It has been 13 years since the 26/11 Atankvadi humlo in Mumbai
  • Home
  • Featured
  • 26/11ના 13 વર્ષ: જાણો કેટલી બદલાઈ દેશની સમુદ્રી સુરક્ષા વ્યવસ્થા

26/11ના 13 વર્ષ: જાણો કેટલી બદલાઈ દેશની સમુદ્રી સુરક્ષા વ્યવસ્થા

 | 9:05 pm IST
  • Share

  • લશ્કર-એ-તૈયબાના આતંકીઓએ કર્યો હતો મુંબઈમાં હુંમલો
  • 7 જાન્યુઆરી 2009ના રોજ પાકિસ્તાને સ્વિકાર્યું કે કસાબ તેનો નાગરિક છે
  • હુમલાનો માસ્ટરમાઈન્ડ ઝકીઉર રહેમાન લખવી હજુ પાકિસ્તાનમાં જ છે

મુંબઈમાં થયેલા 26/11 આતંકવાદી હુમલાને 13 વર્ષ વીતી ગયા છે. આ હુમલા બાદ દરિયાકાંઠાની સુરક્ષા અને ભારતીય દરિયાઈ સરહદમાં પાકિસ્તાનની ગતિવિધિઓ પર સવાલો ઉઠ્યા હતા, પરંતુ હવે ભારતીય એજન્સીઓએ ભારતીય દરિયાકાંઠાની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં જબરદસ્ત ફેરફારો કર્યા છે. રાજ્યો અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે તાલમેલ વધારવામાં આવ્યો છે.

મરીન પોલીસ અને કેમેરા દ્વારા ચોવીસ કલાક દેખરેખ વધારવામાં આવી છે. 26/11ના હુમલાના 13 વર્ષ બાદ વિવિધ એજન્સીઓ વચ્ચે તાલમેલ અને સહકાર એ જ મંત્ર છે, જેના કારણે ભવિષ્યમાં આવી ઘટનાઓ બનવા દેવામાં નથી આવી. 2009 થી કોસ્ટ ગાર્ડે નેવી, કોસ્ટલ પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે મળીને 300 થી વધુ કવાયતો હાથ ધરી છે.

બે વર્ષમાં 3.5 ટનથી વધુ ડ્રગ્સ ઝડપાયું

આ કવાયત હેઠળ દરેક બોટની તપાસ કરવામાં આવી રહી છે જેથી કરીને કોઈપણ અનિચ્છનીય વ્યક્તિ કે બોટને આપણા વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી ન મળે. જેના પરિણામે મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો પણ ઝડપાઈ રહ્યો છે. કોસ્ટ ગાર્ડના 40થી 42 જહાજો અને 10-12 એરક્રાફ્ટ 2.01 મિલિયન ચોરસ કિલોમીટરના વિસ્તારની રક્ષા કરે છે અને તેના જ કારણે બે વર્ષમાં 3.5 ટનથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

26 નવેમ્બર 2008 ના રોજ 10 પાકિસ્તાની આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈ પહોંચ્યા અને ત્યાં અનેક સ્થળોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 18 સુરક્ષા કર્મચારીઓ સહિત 166 લોકો માર્યા ગયા, અને ઘણા લોકો ઘાયલ થયા. આ ઉપરાંત કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન થયું હતું.

હુમલાખોરોએ 58 નિર્દોષ લોકોને ભોગ લીધો હતો

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર બે બંદૂકધારી ઈસ્માઈલ ખાન અને અજમલ કસાબ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કસાબને બાદમાં પોલીસે જીવતો પકડી લીધો હતો અને પ્રત્યક્ષદર્શીઓએ તેને ઓળખી કાઢ્યો હતો. હુમલા લગભગ 21:30 ની આસપાસ શરૂ થયા, જ્યારે બે વ્યક્તિ પેસેન્જર હોલમાં પ્રવેશ્યા અને ગોળીબાર કર્યો. AK-47 રાઈફલ્સનો ઉપયોગ કરીને હુમલાખોરોએ 58 નિર્દોષ લોકોને ભોગ લીધો હતો અને 104ને ઘાયલ કર્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો