It is very important to control the growing weight, such a mistake
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વધતા જતા વજનને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે, પણ ન કરશો આવી ભૂલ

વધતા જતા વજનને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે, પણ ન કરશો આવી ભૂલ

 | 10:50 am IST
  • Share

ટીવી અને ફિલ્મોમાં આવતી લલનાઓને જોઇને તેમના જેવી કાયા કરવાનો વિચાર લગભગ દરેક સ્ત્રીને આવતો હોય છે. તેમને જોઇને એક અહોભાવ મનમાં સર્જાય જ કે કેટલી સુંદર કાયા છે. પાતળી પરમાર થઇને રહેવું દરેક સ્ત્રીને ગમતું હોય છે. અલબત્ત, સાવ પાતળા પણ ન સારા લાગીએ પણ માપસરની ભરાવદાર કાયાની સાથે શરીરના વળાંક સંપૂર્ણપણે દેખાય તેવી મહેચ્છા દરેક સ્ત્રીઓની હોય જ છે.

તેથી પોતાના વધતાં વજનથી દરેક સ્ત્રી પરેશાન હોય જ છે. અમુક જ સ્ત્રી એવી હોય છે જે ગમે તેટલું ખાય તો પણ તેના શરીર ઉપર વધારાની ચરબી નથી ચડતી. અલબત્ત, એક ડિલિવરી બાદ તો મોટાભાગે સ્ત્રીઓનું વજન વધી જ જતું હોય છે.

ઘટતી જતી ઈમ્યુનિટી અને વધતું જતું વજન એ લોકો માટે સમસ્યાનું કારણ બની રહ્યું છે. મોટાભાગના લોકોની એવી પણ ફ્રિયાદ હોય છે કે વર્કાઉટ કરવા માટેનો સમય નથી મળતો અને ડાયટ કરવાની શરૂઆત કરીએ પણ તે લાંબા સમય સુધી ફોલો નથી કરી શકાતું, પરંતુ આજે અમે તમને અમુક એવી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને અજમાવીને તમે તમારા વજનને નિયંત્રિત રાખી શકો છો, તો ચાલો જાણીએ.

વજન ઘટાડવા માટે પ્રાકૃતિક ઉપાયને જ હંમેશાં શ્રેષ્ઠ માનવામા આવ્યા છે. જો બીજી કોઈ રીતે વજન ઘટાડવામાં આવે છે તો તે ફ્રીથી વધી જાય છે. ઘણી વાર એવું થાય છે કે લોકો વજન ઘટાડવા માટે સાવ ખાવા-પીવાનું જ છોડી દે છે પરંતુ તેનાથી પણ કશો જ ફ્રક પડતો નથી. તમે ઘરે દાળ-રોટલી બનાવીને પણ ખૂબ જ સરળતાથી તમારું વજન ઘટાડી શકો છો.

બ્રેકફસ્ટ એ દિવસનું સૌથી અગત્યનું ભોજન છે. સવારનો નાસ્તો તમને દિવસ શરૂ કરવાની ભરપૂર ઊર્જા આપે છે. વજન ઘટાડવા માટે પ્રોટીન અને ફઇબરયુક્ત ભોજન અવશ્યપણે લેવું જોઈએ. સવારના નાસ્તામાં બ્રાઉન બ્રેડ સાથે ગોળમાંથી બનાવેલી ચાનું પણ સેવન કરો. ગોળ એ લોહીને સાફ કરવાની સાથે શરીરમાંથી હાનિકારક તત્ત્વોને બહાર કાઢવાનું પણ કાર્ય કરે છે. આ ઉપરાંત ગ્રીન ટીની જેમ ગોળ પણ તમારી બોડીને ડિટોક્સ કરી ને તમારું વજન ઘટાડે છે.

વજન વધારવું જેટલું સરળ છે તેટલું જ મુશ્કેલ વજન ઘટાડવું છે, પણ જો નાની-નાની બાબતો અંગે ધ્યાન રાખવામાં આવે તો તમે તમારું વજન ઝડપથી ઘટાડી શકો છો. જો તમારે વજન ઘટાડવું હોય તો લંચમાં ઘઉંની રોટલીની જગ્યાએ મગદાળના પૂડલા લઈ શકો છો. આ સિવાય જો તમે ઈચ્છો તો બાજરા કે જુવારની રોટલીનું સેવન પણ કરી શકો છો.

સ્વસ્થ અને તંદુરસ્ત શરીર માટે જેટલું હળવું ડિનર લેવામાં આવશે એટલા જ તમે ફયદામાં રહેશો. આ સિવાય રાત્રે તમે ઉપમા, ઓટ્સ કે દલિયા સાથે ઓછા તેલમાં પકાવેલા શાકભાજીનું સેવન પણ કરી શકો છો અને આ સાથે જ ખીચડીનુ સેવન પણ તમારા માટે ખૂબ જ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે.

ડાયટની સાથે જ જો તમે હળવી કસરત પણ કરશો તો જલદી જ તમારું વજન ઘટશે. વોકિંગ કે સાયક્લિંગ જેવી કસરત કરતા રહો. આ સિવાય લિફ્ટનો ઉપયોગ કરવાનું પણ ટાળો. અઠવાડિયામાં કમ સે કમ પાંચ દિવસ વર્ક આઉટ કરો. આ સિવાય નૃત્ય કરીને પણ તમે તમારા શરીરમાં રહેલી વધારાની કેલરીને બર્ન કરી શકો છો.

અઠવાડિયામાં એક વાર તમે ઘરે બનેલા નાસ્તા, પરાઠા, નાન લઈ શકો છો. જો કાંઈ ગળ્યું ખાવાનું મન થાય તો હલવો કે શીરો લઈ શકો છે. ધ્યાન એટલું રાખો કે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરો. જેનાથી તમારું ક્રેવિંગ ઓછું થશે અને ટેસ્ટમાં તમને ચેન્જ પણ મળશે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન