It is yet to Reach The Peak : BJP President Amit Shah
  • Home
  • Featured
  • 2020 સુધી અમિત શાહ રહેશે પાર્ટી અધ્યક્ષ, શિવરાજ સિંહને મળ્યું બંપર જીતનું ઈનામ

2020 સુધી અમિત શાહ રહેશે પાર્ટી અધ્યક્ષ, શિવરાજ સિંહને મળ્યું બંપર જીતનું ઈનામ

 | 8:22 pm IST

ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગુરુવારે પાર્ટી મુખ્યાલયમાં પાર્ટીના પદાધિકારીઓની એક મહત્ત્વની બેઠક બોલાવી હતી. અમિત શાહે મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચોહાણને એક મહત્ત્વની જવાબદારી સોંપી છે. અમિત શાહે શિવરાજને સભ્યપદ અભિયાનમાં વડા બનાવ્યાં છે.

સૂત્રોના જણાવ્યાનુસર ચોહાણની આગેવાનીમાં પૂરા દેશમાં ભાજપના સભ્યપદ અભિયાનને આગળ વધારવામાં આવશે જોકે તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બેઠકમાં કેટલાક રાજ્યોની આગામી વિધાનસભાની ચૂંટણીની પણ ચર્ચા કરવામાં આવી હતી. બિહાર અને યુપીમાં નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષની રચના કરાવમાં આવી છે જોકે તેને માટે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. શિવરાજને સભ્યપદ અભિયાનના પ્રમુખ બનાવાયા હોવાથી તેમની અધ્યક્ષતા હેઠળ દેશમાં સભ્યપદ અભિયાનને આગળ વધારવામાં આવશે.

અમિત શાહે કહ્યું હતું કે, પાર્ટીએ ભલે તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી શાનદાર પ્રદર્શન કર્યું હોય પન હજી શિખર સુધી પહોંચવાનું બાકી છે. તેમને પાર્ટી નેતાઓને સંગઠના નવા ક્ષેત્રોમાં વિસ્તાર કર્વાનો તથહ નવા લોકોને પાર્ટી સાથે જોડવાનું પણ કહ્યું હતું.

સાથે જ શાહે પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને રાજ્યોના સંગઠનના મહત્વપૂર્ણ પદાધિકારીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરતા કહ્યું હતું કે, કેરળ અને પશ્ચિમ બંગાળ સહિતના અન્ય રાજ્યોમાં સરકાર બન્યા બાદ જ પાર્ટી નવી ઉંચાઈએ પહોંચશે.

 ભાજપ સંસદીય દળા નેતા તરીકે પીએમ મોદી નિયુક્ત

બેઠકમાં ભાજપની નવી સંસદી સમિતિને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. નવી સંસદીય સમિતિમાં પીએમ મોદીને નેતા અને રાજનાથસિંહને ઉપનેતા બનાવાયા છે. સંસદીય સમિતિમાં અડવાણી અને સુષમા સ્વરાજને સ્થાન આપવામાં નથી આવ્યું પરંતુ તેને બદલે શિવરાજને મહત્ત્વનો હોદ્દા આપવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશમાં ભાજપને લોકસભામાં મળેલી ભવ્ય જીત બાદ શિવરાજનું કદ વધારવામાં આવ્યું હોવાનું . સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ તો એવું પણ જણાવ્યું હતું કે અમિત શાહ હાલ પૂરતા ભાજપ અધ્યક્ષ તરીકે જળવાઈ રહેશે. તેમના અનુગામી તરીકે ચાર નેતાઓના નામો ચાલી રહ્યાં છે.

અમિત શાહ ભાજપ અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે

સૂત્રોના જણાવ્યાનુસાર અમિત શાહ હાલ પૂરતા ભાજપ અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. રવિવારે પણ અમિત શાહે મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં પાર્ટી યુનિટના સભ્યોની નિયુક્તિની ચર્ચા કરવા બેઠક હોલાવી હતી.પાર્ટીના નેતાએ કહ્યું કે સંગઠનની ચૂંટણીમાં ત્રણથી ચાર મહિનાનો સમય લાગી શકે છે. નવા અધ્યક્ષની પણ ચૂંટણી થવાની છે જોકે અધ્યક્ષ તરીકે અમિત શાહને ચાલુ રખાય તેવી પ્રબળ સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન