It meant lot to me that Anushka Sharma came for reception: Ranveer Singh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ખુદ રણવીરે કહ્યું કે એક્સ ગર્લફ્રેન્ડ અનુષ્કા આ મામલે સ્પેશ્યલ, જાણી દીપિકા ભડકે બળશે!

ખુદ રણવીરે કહ્યું કે એક્સ ગર્લફ્રેન્ડ અનુષ્કા આ મામલે સ્પેશ્યલ, જાણી દીપિકા ભડકે બળશે!

 | 10:18 am IST

રણવીર સિંહ 2018ની સાલમાં આખું વર્ષ છવાયેલો રહ્યો અને નવેમ્બરમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે તેના લગ્નનો જશ્ન એક મહિના સુધી ચર્ચામાં રહ્યો હતો. રણવીર સિંહ હાલ બોલિવુડના સૌથી પ્રોમિસિંગ એકટર્સમાંથી એક છે. દીપિકા માટે તેનો પ્રેમ કોઇનાથી છુપાયેલો નથી પરંતુ કેરિયરની શરૂઆતના દિવસોમાં રણવીર સિંહને અનુષ્કા શર્મા સાથે પ્રેમ થઇ ગયો હતો. બંનેએ એકબીજાને થોડાંક સમય માટે ડેટ પણ કર્યા પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ચાલ્યો નહીં. રણવીર અને દીપિકાના રિસેપ્શનમાં અનુષ્કા શર્મા પણ પહોંચી હતી. ત્યારે તાજેતરમાં જ રણવીર સિંહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે અનુષ્કા તેમના લગ્નમાં આવી તે ખૂબ સ્પેશ્યલ હતું.

2010ના વર્ષમાં આવેલ ફિલ્મ ‘બેન્ડ, બાજા, બારાત’થી બોલિવુડમાં જોડી તરીકે એન્ટ્રી લેતા ફિલ્મ હિટ ગઇ હતી અને તેમના સંબંધોની ગોસિપ પણ શરૂ થઇ હતી. પરંતુ આ સંબંધ બહુ લાંબો સમય ટકયો નહીં અને બંનેના રસ્તા અલગ થઇ ગયા. અનુષ્કા શર્મા એ 2017, ડિસેમ્બર મહિનામાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે સાત ફેરા લીધા તો નવેમ્બર 2018મા દીપિકા સાથે રણવીર સિંહે બે રીત-રિવાજોથી લગ્ન કર્યા.

રણવીરના રિસેપ્શનમાં અનુષ્કા શર્માની હાજરીની તસવીર

મુંબઇમાં યોજાયેલ રિસેપ્શનમાં બોલિવુડ સ્ટાર્સ ઉમટ્યા હતા અને આ પાર્ટીમાં અનુષ્કા શર્મા પણ પહોંચી હતી. રણવીર સિંહે ઇન્ટરવ્યુમાં કહ્યું કે અનુષ્કા શર્મા આવી તે ખૂબ જ સ્પેશ્યલ હતું અને આ ખૂબ જ પ્રેમાળ ગેસ્ચર હતો.

આપને જણાવી દઇએ કે 2013મા એક ઇન્ટરવ્યુમાં રણવીરે કહ્યું હતું કે હા એ બંનેની વચ્ચે અંતર આવી ગયું હતું અને હા હું તેને મિસ પણ કરું છું. અનુષ્કા અંગે વાત કરતાં રણવીરે કહ્યું હતું કે તે ખૂબ જ પ્રેમાળ છે અને કેટલાંક લોકો તેને સમજી શકતા નથી. લોકોને સમજાતું જ નથી કે તે કયાંથી આવી છે અને કેવી પર્સન છે. બે વર્ષ બાદ જોયા અખ્તરની ફિલ્મ ‘દિલ ધડકને દો’માં સાથે કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન