કેટલું સુરક્ષિત છે WhatsApp પેમેન્ટ, સરકારે આપ્યા તપાસના આદેશ - Sandesh
  • Home
  • Technology
  • કેટલું સુરક્ષિત છે WhatsApp પેમેન્ટ, સરકારે આપ્યા તપાસના આદેશ

કેટલું સુરક્ષિત છે WhatsApp પેમેન્ટ, સરકારે આપ્યા તપાસના આદેશ

 | 5:40 pm IST

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે નેશનલ પેમેન્ટ કૉર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ એવું તપાસ કરવાનો આદેશ આપ્યા છે કે શું વૉટ્સએપ પેમેન્ટ્સ સર્વિસે રિઝર્વ બેંકના નિયમો અને ગ્રાહકોના ડેટા સુરક્ષાના નિયમોને પુરા કર્યા છે. મંત્રાલયે NPCIને કહ્યું કે, તે એ તપાસ કરે કે મોબાઈલ મેસેંજર એપે પોતાની સેવાઓનો વિસ્તાર વધાર્યા પહેલા રિઝર્વ બેંકના નિયમો અને ગ્રાહકોના ડેટાની સુરક્ષા માટે પર્યાપ્ત કદમ ઉઠાવ્યા છે.

એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે, MeitYએ NPCI ને કહ્યું છે કે, તે એવું પણ તપાસ કરે કે, વોટ્સએપ પેમેન્ટ્સ રિઝર્વ બેંકની અનુમતિરૂપ કામ કરે છે કે નહીં. તે પોતાના ડેટાને ક્યાં સ્ટોર કરી રહી છે. શું આ સેવાનો મોટું પ્લેટફોર્મ રજૂ કર્યા પહેલા તેની મૂળ કંપની ફેસબુકે તેની સાથે ડેટા શેર કર્યો છે કે નહીં.

રિઝર્વ બેંકે 5 એપ્રિલ 2018એ કહ્યું હતું કે, તમામ પેમેન્ટ સિસ્ટમ ઑપરેટરોને એ સુનિશ્ચિત કરવું પડશે કે પેમેન્ટ સાથે જોડાયેલા આંકડા માત્ર ભારતમાં સ્ટોર કરવામાં આવે. તેના પાલન કરવા માટે વૉટ્સએપને 6 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ફેસબુકના સ્વામિત્વવાળા વોટ્સએપ ભારતમાં આગામી અઠવાડિયા સુધીમાં પેમેન્ટ સુવિધા લૉંચ કરી શકેલ છે. આ મેસેજિંગ એપના પાર્ટનર્સના લિસ્ટમાં HDFC બેંક,ICICI બેંક અને Axis બેંકના નામનો સમાવેશ થાય છે. સાથે તમામ જરૂરી તૈયારીઓ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થશે.