IT Raids on Rajkot RK Group Jewelry Seal
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજકોટ: IT વિભાગને RK ગ્રુપના લોકરમાંથી રૂ. 2 કરોડની જ્વેલરી મળી

રાજકોટ: IT વિભાગને RK ગ્રુપના લોકરમાંથી રૂ. 2 કરોડની જ્વેલરી મળી

 | 7:38 pm IST
  • Share

રાજકોટના જાણીતા બિલ્ડર આરકે ગ્રુપ પર એક મહિના પહેલા ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડીને ગ્રુપના 25 જેટલા લોકરો સીલ કર્યા હતા. આ લોકરો એક પછી એક ખોલવામાં આવી રહ્યાં છે, ત્યારે આજે એક લોકરમાંથી 2 કરોડ રૂપિયાની જ્વેલરી મળી આવી છે.

ગત મહિને આરકે બિલ્ડર્સ અને ગંગદેવ ગ્રુપ સહિતના સહયોગી વ્યવસાયિકોના 40થી વધુ ઠેકાણાં પર આવકવેરા વિભાગની ટીમોએ દરોડા પાડીને કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો ઝડપી પાડ્યા હતા. કરોડોની લેવડ-દેવડમાં અન્ડર વેલ્યુએશનથી જંગી કરચોરી થયાનું સામે આવ્યું હતું. આ મામલે આઈટી વિભાગના અધિકારીઓ થોકબંધ દસ્તાવેજો, ડિજિટલ પુરાવા કબજે કરવા ઉપરાંત 25 જેટલા બેંક લોકરો સીલ કર્યાં હતા.

આરકે ગ્રુપના સીલ કરવામાં આવેલા લૉકરો એક પછી એક ખોલવામાં આવી રહ્યાં છે. જે પૈકી એક લોકરમાં થોડા દિવસ પહેલા જ 3 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. હવે વધુ એક લોકરમાંથી 2 કરોડ રૂપિયાની જ્વેલરી મળી છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા દરમિયાન 6.40 કરોડની રોકડ કબજે કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ઈન્કમટેક્સ વિભાગની વિવિધ ટીમોએ લાંબા સમય સુધી નજર રાખ્યા બાદ આરકે ગ્રુપના માલિકો અને તેમના સહયોગીઓના ઠેકાણાં પર દરોડા પાડી મોટી સંખ્યામાં બેનામી વ્યવહારોના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. હાલ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ક્રમશઃ એક બાદ એક લોકરમાં રહેલા દસ્તાવેજો, રોકડ અને જ્વેલરીની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો