ભુજમાં ૭ તબીબને ત્યાં આઈટીએ ૧.૭૦ કરોડનાં બેનામી વ્યવહાર પકડયા - Sandesh
  • Home
  • Bhuj
  • ભુજમાં ૭ તબીબને ત્યાં આઈટીએ ૧.૭૦ કરોડનાં બેનામી વ્યવહાર પકડયા

ભુજમાં ૭ તબીબને ત્યાં આઈટીએ ૧.૭૦ કરોડનાં બેનામી વ્યવહાર પકડયા

 | 8:32 pm IST

આવકવેરા વિભાગની ગાંધીધામ અને ભુજ કચેરી દ્વારા ભુજનાં ૭ તબીબને ત્યાં ત્રાટકીને મોટા પાયે કાળું ધન બહાર લાવવા કરવામાં આવેલી સરવેની કાર્યવાહીમાં ૧.૭૦ કરોડનાં બેનામી નાણાકીય વ્યવહાર પકડયા હતા.

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ગઈકાલ ગુરુવારનાં સવારથી ભુજનાં નામાંકિત તબીબ ડો.નેહલ નાણાવટી, ડો.અભિનવ કોટક, ડો.મગન પટેલ, ડોે.વિશાલ દેસાઈ, ડો.દમયંતી ગણાત્રા, ડો.પન્ના રૃડાણી તથા ડો.જિજ્ઞોશ ગોરનાં દવાખાનામાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવાની કામગીરી કરી હતી. આ કામગીરી આજે શુક્રવારનાં સંપન્ન થઈ હતી. બેનામી વ્યવહારોની સાથે સાથે કેટલીક જગ્યાએથી દસ્તાવેજ પણ સીઝ કરવામાં આવ્યા હતા.

આવકવેરા વિભાગનાં સત્તાવાર સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે શુક્રવારનાં સંપન્ન થયેલી કાર્યવાહી બાદ ડો.મગન પટેલ પાસેથી ૩૫ લાખ, ડો.દમયંતી ગણાત્રા પાસેથી ૩૦ લાખ, ડો.વિશાલ દેસાઈ પાસેથી રપ લાખ, ડો.પન્નાબેન રૃડાણી પાસેથી રપ લાખ, ડો.જિજ્ઞોશ ગોર પાસેથી રપ લાખ, ડો.અભિનવ કોટક પાસેથી ૧૫ લાખ તથા ડો.નેહલ નાણાવટી પાસેથી ૧૫ લાખ મળી કુલ ૧.૭૦ કરોડાનાં બેનામી નાણાકીય વ્યવહારો પકડયા હતા. એકી સાથે ભુજમાં ૭ તબીબને ત્યાં ઈન્કમટેક્સ વિભાગ ત્રાટક્યો હોય તેવું પ્રથમવાર બન્યું છે.

નાણા વિભાગ અને ઈન્કમટેક્સ વિભાગની આઈડીએસ સ્કીમને મળેલા મોળા પ્રતિસાદને પગલે સરકારનાં ટેક્સની ચોરી કરતા અઢળક બેનામી સંપત્તિ ધરાવતા માલેતુજારો ડરનાં માર્યા પોતાની ઈન્કમ ડિકલેર કરે તે માટે આ પ્રકારની કાર્યવાહી ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કયા તબીબ પાસેથી કેટલી ટેક્સ ચોરી ઝડપાઈ
ડો.મગન પટેલ, ૩૫ લાખ
ડો.દમયંતી ગણાત્રા, ૩૦ લાખ
ડો.વિશાલ દેસાઈ, ૨૫ લાખ
ડો.પન્ના રૃડાણી, ૨૫ લાખ
ડો.જિજ્ઞોશ ગોર, રપ લાખ
ડો.અભિનવ કોટક, ૧૫ લાખ
ડો.નેહલ નાણાવટી, ૧૫ લાખ