આઈટી રિટર્નનો સમય નજીક, વેરામુક્તિ માટે કરો આટલું રોકાણ અચૂક - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • આઈટી રિટર્નનો સમય નજીક, વેરામુક્તિ માટે કરો આટલું રોકાણ અચૂક

આઈટી રિટર્નનો સમય નજીક, વેરામુક્તિ માટે કરો આટલું રોકાણ અચૂક

 | 3:28 pm IST

આવક વેરા રિટર્ન ભરવાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે વિવિધ વેરા રાહતોનો લાભ મેળવવા માટે શું કરવું જોઈએ તેની ગણતરી પણ સંપૂર્ણ કરી દેવી જોઈએ. આવક વેરા રિટર્ન ભરતી વખતે આવક વેરા ધારાની કલમ 80 સી, 80 ડી વગેરે હેઠળ વેરા રાહતો પૂરી પાડવામાં આવે છે. આ જોગવાઈઓને ધ્યાનમાં લઈ કર ચુકવવાની જવાબદારી ઓછામાં ઓછી કરી શકાય છે.

કલમ 80 સી અને 80 ડી વિશે જાણો

જીવન વીમા, મ્યુચ્યુઅલ ફંડ, પીપીએફ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (એનએસસી) વગેરેમાં રોકાણ કરાયું હોય તો કલમ 80 સી હેઠળ વેરામાં રાહત મળે છે. જ્યારે પોતાના અથવા પોતાના પરિવારના સભ્યો માટે આરોગ્ય વીમા ઉતરાવ્યો હોય તો કલમ 80 ડી હેઠળ વેરા મુક્તિનો લાભ લઈ શકાય છે. દાન આપનારા કલમ 80 જી અને શૈક્ષણિક લોન લેનારા કલમ 80 ઈ હેઠળ વેરામાં રાહત મેળવી શકે છે. જોકે આ રાહતોનો લાભ લેવા માટે નીચે મુજબની બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.

  1. સૌ પ્રથમ કુલ આવકમાંથી કેટલી વેરા કપાત મળી શકે છે તે નક્કી કરો. 80 સી હેઠળ કુલ આવકમાંથી વાર્ષિક રૂ. 1.5 લાખની છૂટ મળે છે. જો મર્યાદા આના કરતાં પણ વધી જાય તો નેશનલ પેમેન્ટ સિસ્ટમ (એનપીએસ)માં રોકાણ કરી શકાય છે.
  2. 80 સી હેઠળ ક્યાં ક્યાં રોકાણ કરી શકાય તે પણ જાણવું જોઈએ. જેમ કે હોમ લોન, હેલ્થ પ્લાન, એજ્યુકેશન લોન વગેરે. ત્યારપછી વિચાર કરો કે 80 સી હેઠળ ક્યાં ક્યાં ખર્ચ કરવાનો છે. જેમ કે બાળકોની ટ્યુશન ફી, જીવન વીમાનું પ્રિમિયમ વગેરે. આ બધાનો સરવાળો કરી જૂઓ કે કરપાત્ર આવકમાં કેટલી રકમ સમાવેશ થાય છે. આ પ્રમાણે રોકાણ કરવાનો નિર્ણય કરો.
  3. રોકાણના મુખ્ય બે પ્રકાર હોય છે. એક, ફિક્સ. આ પ્રકારમાં કેટલું રિટર્ન મળશે તે નક્કી જ હોય છે. બીજું, રોકાણ પર બજાર મુજબ રિર્ટન મળે છે. પીપીએફ, એનએસસી, સિનિયર સીટીઝન સેવિંગ્સ સ્કીમમાં નિશ્ચિત રિટર્ન મળે છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં બજાર પ્રમાણે રિટર્ન મળતું હોય છે.
  4. રોકાણના ઉપર પ્રમાણેના પ્રકારને ધ્યાનમાં લીધા પછી કેટલા સમય સુધી રોકાણ કરવાનું છે, તે નક્કી કરો. મીડિયમ અને લોંગ ટર્મ પ્લાનની મુદત ત્રણથી 15 વર્ષ સુધીની હોય છે.
  5. રોકાણ પર મળનારા રિટર્ન પર વેરો લાગુ પડે છે. . એનએસસીમાં 80 સી હેઠળ કપાત મળે છે પરંતુ તેની પરનું રિટર્ન કરપાત્ર હોય છે. એનએસસી પર હાલમાં 7.8 ટકા રિટર્ન મળે છે.