It was like a small Ganesha temple, a crowd of millions of devotees
  • Home
  • Featured
  • અહીં ગણેશજીની નાની ડેરી જેવું હતું મંદિર, દર્શન માટે ઉમટે છે લાખો ભક્તોની ભીડ

અહીં ગણેશજીની નાની ડેરી જેવું હતું મંદિર, દર્શન માટે ઉમટે છે લાખો ભક્તોની ભીડ

 | 8:29 am IST

આણંદ શહેરમાં આવેલું શ્રી સિદ્ધિ વિનાયક મંદિર અનેરું જ મહત્વ ધરાવે છે. અહીંયા દર મંગળવારે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે. ઘણા વર્ષો અગાઉ અહીંયા ગણેશજીની નાની ડેરી જેવું મંદિર હતું. ત્યાર બાદ અહીંયા ગણેશ મહોત્સવનો પ્રારંભ થતા ભક્તોને ગણેશજીના પરચા મળવા લાગ્યા. લોકોની મનોકામનાઓ પૂર્ણ થવા લાગી. જેથી આજથી 9 વર્ષ પૂર્વે અહીંયા દાતાઓના સહકારથી શિખર બંધ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.

અહીંયા શ્રદ્ધાની સાથે સેવાનું પણ કેન્દ્ર છે. અહીંયા દર મંગળવારે ગરીબોને ભોજન આપવામાં આવે છે. તેમજ રાહત દરે મેડિકલ સ્ટોરમાંથી દવાઓ આપવામાં આવે છે. દર વર્ષે મહા વદ ચોથે અહીંયા પાટોત્સવની ઉજવણી અને વિરાટ ગણેશ યજ્ઞ યોજાય છે. અહીંયા ભાદરવી પૂનમે પદયાત્રીઓ માટે 24 કલાક ચા નાસ્તો અને મેડીકલની સુવિધા નિઃશુલ્ક અપાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન