'21 વર્ષ પહેલા cannesમાં એ વ્યક્તિએ મારો બળાત્કાર કર્યો હતો' - Sandesh
  • Home
  • Entertainment
  • ’21 વર્ષ પહેલા cannesમાં એ વ્યક્તિએ મારો બળાત્કાર કર્યો હતો’

’21 વર્ષ પહેલા cannesમાં એ વ્યક્તિએ મારો બળાત્કાર કર્યો હતો’

 | 7:52 pm IST

ઇટાલિયન સ્ટાર આસિયા એર્જેન્તોએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમનીની સ્પીચમાં હોલિવૂડના નિર્માતા હાર્વી વાઇન્સ્ટીન પર કથિત બળાત્કારનો આક્ષેપ કર્યો હતો. આસિયાએ તેની સ્પીચમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા લોકો પર પણ નિશાન સાધ્યું હતું જેઓ મહિલાઓનું શોષણ કરતા હોય છે.

આસિયાએ કહ્યું કે, ૧૯૯૭માં અહીં કાન્સમાં જ હાર્વીએ મારા પર બળાત્કાર કર્યો હતો. હું ૨૧ વરસની હતી અને આ ફેસ્ટિવલને રેપનો અડ્ડો બનાવી દેવાયો હતો. હું અપેક્ષા રાખું છું કે હવે ક્યારેય હાર્વીને આ ફેસ્ટિવલમાં આમંત્રણ નહીં અપાય. આસિયાને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વરસની શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

ફિલ્મ પ્રોડ્યુસર હાર્વે વિસ્ટિંન

સિંગર, મોડેલ, અભિનેત્રી અને દિર્ગ્દિશકા આસિયાએ કહ્યું કે, આજે રાત્રે તમારી સાથે અહીં બેઠેલા અમુક જણ મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરવા માટે જવાબદાર છે. આવો વ્યવહાર ઇન્ડસ્ટ્રી કે વર્કપ્લેસમાં થવો ન જોઇએ. આસિયા અગાઉ પણ ખુલાસો કરી ચૂકી છે કે ૨૦૦૦ની સાલમાં આવેલી એની ફિલ્મ સ્કારલેટ દિવામાં રેપનો સીન હાર્વી સાથેના એના અનુભવ પર આધારિત હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન