ઇટાલીમાં પણ ચૂંટણી યોજાઇ,ખરેખર અમિત શાહનો કટાક્ષ સાચો - Sandesh
  • Home
  • World
  • ઇટાલીમાં પણ ચૂંટણી યોજાઇ,ખરેખર અમિત શાહનો કટાક્ષ સાચો

ઇટાલીમાં પણ ચૂંટણી યોજાઇ,ખરેખર અમિત શાહનો કટાક્ષ સાચો

 | 1:19 pm IST

ભારતમાં ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યોમાં ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ પર કટાક્ષ કર્યો હતો. અમિત શાહએ કહ્યું હતું કે, મારા પર એક વોટ્સએપ આવ્યો છે કે ઇટાલીમાં ચૂંટણી છે. જેને ભલે લોકોએ મજાકમાં લીધું હોય પરંતુ રવિવારે ખરેખર ઇટાલીમાં નવી સરકાર માટે મતદાન થયું હતું.

ઇટાલીમાં યોજાયેલી ચૂંટણી અત્યાર સુધીની સૌથી અનિશ્ચિત ચૂંટણી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ચૂંટણીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોની મુખ્ય ભૂમિકા હોવાનું માનવામાં આવી રહ્યું છે. મતદાન અગાઉ થયેલા સર્વે અનુસાર, બર્લુસ્કોનીના ગઠબંધનને 37 ટકા, અને વિરોધી પક્ષ ફાઇવ સ્ટાર મૂવમેન્ટને 28 ટકા મત મળવાની સંભાવના રહેલી છે.

રવિવારે યોજાયેલા મતદાનમાં ગૃહમંત્રાલય દ્વારા આપવામાં આવેલા અહેવાલ અનુસાર, રાષ્ટ્રીય સ્તર પર 19.4 ટકા મતદાન થયું છે જે અગાઉના 2013 કરતાં વધુ છે. વર્ષ 2013માં 14.9 ટકા મતદાન થયું હતું. ચૂંટણીના પ્રચારમાં અતિદક્ષિણપંથી પક્ષો અને ફાસીવાદી વિરોધી કાર્યકર્તો વચ્ચે ઘણો વિવાદ સર્જાયો હતો. ઇટાલીની સામાન્ય પ્રજા પણ બેરોજગારીથી હેરાન થઇ રહી છે. જેથી નવયુવાનો દ્વારા વિરોધી પક્ષ ફાઇવ સ્ટાર મૂવમેન્ટને વધુમાં વધુ સમર્થન મળવાની શક્યતા રહેલી છે.

ઇટાલીમાં મતદારો દ્વારા એક નવા કાયદા હેઠળ “ચેમ્બર ઓફ ડેપ્યૂટીઝ” ના 630 સભ્યો અને સેનેટના 315 સભ્યોના માટે મતદાન કર્યું છે. જેનું પરિણામ સોમવારે સાંજ સુધી આવી જવાની શક્યતા રહેલી છે.