It's extremely poisonous bulldog ant, know about it Pics
  • Home
  • Featured
  • માણસ હોય કે ખૂંખાર પ્રાણી, આ કીડી એક જ ઝાટકે ઉતારે છે મોતના ઘાટ

માણસ હોય કે ખૂંખાર પ્રાણી, આ કીડી એક જ ઝાટકે ઉતારે છે મોતના ઘાટ

 | 4:54 pm IST

કીડી જો હાથીના કાનમાં ઘુસી જાય તો તેને ધરાશાયી કરીને છોડે છે. આ પ્રકારના કિસ્સાઓ અને ઉખાણા તો આપણે બાળપણથી સાંભળતા આવતા રહીએ છીએ. કીડી આપણને કરડી જાય તો ખૂબ દુખાવો થાય છે પરંતુ શુ તમે વિશ્વાસ કરી શકો છો કે દુનિયામાં એક એવી ખતરનાક કીડી પણ છે જેના કરડવાથી વ્યક્તિની મોત પણ થઇ છે.

આજે અમે તમને એક એવી કીડી અંગે જણાવીશુ. આ કીડીનું નામ છે બુલડૉગ કીડી અને તે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. આ કીડીની વિશેષતા છે કે જ્યારે તે કરડે છે ત્યારે તે તેના જડબાનો ઉપયોગ કરે છે. કોઇ જાનવર કે વ્યક્તિને કરડતા સમયે તે ડંખ મારીને તેનું ઝેર તે જાનવર કે વ્યક્તિના શરીરમાં પહોંચાડી દે છે. આ કીડીને દુનિયાની સૌથી ખતરનાક કીડી કહેવામાં આવે છે.

કીડા-મકોડાની દુનિયામાં બુલડૉગ કીડીને સૌથી ખતરનાક અને ઝેરીલી માનવામાં આવે છે. તેના ઝેરથી માણસમાં એનાફાયલેક્ટિક રિએક્શન થઇ શકે છે. કેટલીક વખત તેને કરડવાથી લોકોની મોત પણ થઇ જાય છે. અન્ય કીડીના મુકાબલામાં આ કીડી વધારે જીવે છે અને આ કીડીનું વર્તન અન્ય કીડીના વર્તન કરતા ખૂબ અલગ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન