હવે RBI નક્કી કરશે ચંદા કોચરની ICICIમાં રહેવાની કારકિર્દીનો સમય...! - Sandesh
  • Home
  • Business
  • હવે RBI નક્કી કરશે ચંદા કોચરની ICICIમાં રહેવાની કારકિર્દીનો સમય…!

હવે RBI નક્કી કરશે ચંદા કોચરની ICICIમાં રહેવાની કારકિર્દીનો સમય…!

 | 5:37 pm IST

દેશની મોટામાં મોટી ખાનગી બેન્ક ICICI દ્વારા વીડીયોકોનનાં ધૂતને આપવામાં આવેલી રૂ. 3250 કરોડની લોનના કૌભાંડનો પર્દાફાશ થયા પછી બેન્કનાં સીઈઓ અને એમડીનાં હોદ્દા પર ચંદા કોચરને ચાલુ રાખવા કે કેમ તે બેન્કનાં બોર્ડે કે આરબીઆઈએ નક્કી કરવાનું છે તેમ નાણાં મંત્રાલયનાં અધિકારીએ જણાવ્યું હતું.

ચંદા કોચરનાં પતિ દીપક કોચરે મીલી ભગત દ્વારા વીડીયોકોનનાં ધૂતને કરોડોની લોન આપ્યાનો તેમના પર આક્ષેપ છે. આ મુદ્દે નાણાં મંત્રાલયની કોઈ ભૂમિકા રહેતી નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી.

કોચરને હોદ્દા પર રાખવા કે કેમ તેનો નિર્ણય રિઝર્વ બેન્કે લેવાનો છે. ICICI બેન્કનું બોર્ડ પણ આ મામલે નિર્ણય લેવા સક્ષમ છે. આ કેસમાં ચંદા કોચર દ્વારા સગાવાદ ચલાવવામાં આવ્યો હોવાનાં આક્ષેપો કરાયા છે. જેણે બેન્કનાં કોર્પોરેટ ગવર્નન્સ સામે સવાલો જન્માવ્યા છે.

બેન્કની ક્રેડિટ કમિટીની મિટિંગમાં કોચરે કોઈ બચાવ ન કર્યો
ચંદા કોચરના પતિ દીપક કોચરે વીડીયોકોનનાં પ્રમોટર્સ વેણુગોપાલ ધૂત સાથે મળીને રિન્યુએબલ એનર્જી અંગે સંયુક્ત કંપની રચી હતી જેનો ઉપયોગ પાછળથી ગેરકાયદેસર સોદા અને ટ્રાન્ઝેક્શન કરવા માટે કરાયો હતો. આ કંપનીમાંથી ધૂત ખસી ગયા પછી તેનો સંપૂર્ણ અંકુશ દીપક કોચરનાં હાથમાં આવી ગયો હતો. ગયા મહિને બેન્કની ક્રેડિટ કમિટીની મિટિંગમાં કોચરે આ મુદ્દે કોઈ બચાવ કર્યો ન હતો. બેન્ક દ્વારા આ મામલે ફરિયાદ કરાયા પછી સીબીઆઈ અને ઈડીએ તપાસ કામગીરી હાથ ધરી છે. જો કે બેન્કનું બોર્ડ આ કેસમાં ચંદા કોચરની પડખે ઊભું રહ્યું છે અને બોર્ડે કહ્યું થે કે ચંદા કોચરે કશું ખોટું કર્યું નથી. જો કે બેન્કનાં બોર્ડમાં ચંદા કોચરને ક્લિન ચિટ આપવાનાં મુદ્દે મતભેદો સપાટી પર આવ્યાનું જાણવા મળે છે.