ઓસ્ટ્રેલિયામાં ગરમીનો પારો ૪૭ ડિગ્રી તો અમેરિકાના ન્યૂ હેમ્પશાયરમાં -૭૩ ડિગ્રી ઠંડી - Sandesh
NIFTY 10,605.15 +91.30  |  SENSEX 34,924.87 +261.76  |  USD 67.7750 -0.57
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ઓસ્ટ્રેલિયામાં ગરમીનો પારો ૪૭ ડિગ્રી તો અમેરિકાના ન્યૂ હેમ્પશાયરમાં -૭૩ ડિગ્રી ઠંડી

ઓસ્ટ્રેલિયામાં ગરમીનો પારો ૪૭ ડિગ્રી તો અમેરિકાના ન્યૂ હેમ્પશાયરમાં -૭૩ ડિગ્રી ઠંડી

 | 11:10 pm IST

દુનિયાભરમાં ગ્લોબલ વોર્મિંગની અસરો જોવા મળી રહી છે. એક તરફ અમેરિકા, કેનેડા અને યુરોપના દેશો બરફના તોફાન સામે ઝઝૂમી રહ્યાં છે તો બીજીતરફ ઓસ્ટ્રેલિયામાં ગરમીએ ૭૯ વર્ષના રેકોર્ડ તોડી નાખ્યાં છે. અત્યારે ઓસ્ટ્રેલિયા ભીષણ ગરમીનો સામનો કરી રહ્યો છે. સિડનીમાં ૪૭.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ૧૯૩૯માં સિડનીમાં ૪૭.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજીતરફ અમેરિકાના ન્યૂ હેમ્પશાયરમાં માઇનસ ૭૩.૩ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી.

ઓસ્ટ્રેલિયામાં જાન્યુઆરી મહિનામાં સરેરાશ ૨૭ ડિગ્રી તાપમાન રહે છે તેની જગ્યાએ ૨૦ ડિગ્રી તાપમાન વધુ નોંધાયું છે. હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર ઓસ્ટ્રેલિયામાં ગરમીનો પારો ૫૦ ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ૧૦૦ વર્ષમાં ધરતીના તાપમાનમાં ૧ ડિગ્રીનો વધારો નોંધાયો છે. તેના કારણે ગરમી અને ઠંડીમાં પ્રચંડ વધારો જોવા મળી રહ્યો છે. ૨૦૦૦થી ૨૦૧૪ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ગરમીએ ૧૪ રેકોર્ડ બનાવ્યા હતા.

બીજી તરફ અમેરિકા અને કેનેડા ગાત્રો ગાળી નાખતી ઠંડીનો સામનો કરી રહ્યાં છે. અમેરિકાના ન્યૂ હેમ્પશાયરના પર્વતીય વિસ્તારોમાં ઠઁડીનો પારો માઇનસ ૭૩ ડિગ્રી પર પહોંચી ગયો છે. ૮૫ વર્ષમાં આ સૌથી નીચું તાપમાન નોંધાયું છે. ૧૯૩૪માં આ વિસ્તારમાં માઇનસ ૫૭ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. બરફના તોફાનના કારણે ધ્રુવીય ચક્રવાતી હવા અમેરિકા પર જ સ્થગિત થઇ ગઇ છે. તેના કારણે અમેરિકામાં બરફના તોફાનોની ઘટનાઓ વધી રહી છે. અમેરિકાના ૧૫ રાજ્યોના ૬ કરોડથી વધુ લોકો અત્યારે હાડ થીજવતી ઠંડીનો સામનો કરી રહ્યાં છે.

ઓસ્ટ્રેલિયામાં સેંકડો ચામાચિડિયાં બફાઇ ગયાં

ઓસ્ટ્રેલિયામાં કાળઝાળ ગરમીમાં સેંકડો ચામાચિડિયાં અને અન્ય પક્ષીઓ બફાઇ ગયાં છે. સિડનીમાં તાપમાન ૪૭ ડિગ્રીને પાર કરી જતાં વૃક્ષો પરથી સેંકડો પક્ષીઓ ટપોટપ નીચે પડી મૃત્યુ પામ્યાં હતાં. વન્યજીવ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કાળઝાળ ગરમીમાં આ પક્ષીઓનામગજ બફાઇ જતાં મૃત્યુ પામ્યાં છે.

જાન્યુઆરીમાં દુનિયાના સૌથી ગરમ શહેર

૩૦.૫ ડિગ્રી સિંગાપુર

૩૦.૫ ડિગ્રી કેનકુન, મેક્સિકો

૩૦ ડિગ્રી મનૌસ, બ્રાઝિલ

૨૯ ડિગ્રી રિયો દ જાનેરો, બ્રાઝિલ