Ivanka Trump and Jerad Kushnar Asks Question About Taj Mahal
  • Home
  • Featured
  • તાજમહેલ પહોંચી ઇવાંકાએ પૂછયું – શું ખરેખર કારીગરોના હાથ કાપી લીધા હતા? મળ્યો આ જવાબ

તાજમહેલ પહોંચી ઇવાંકાએ પૂછયું – શું ખરેખર કારીગરોના હાથ કાપી લીધા હતા? મળ્યો આ જવાબ

 | 12:16 pm IST

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાંકા ટ્રમ્પ અને તેમના જમાઇ જેરેડ કુશનરે સોમવારના રોજ ઉત્તરપ્રદેશના આગ્રા સ્થિત તાજમહેલનો દીદાર કર્યો. આ દરમ્યાન ઇવાંકના ગાઇડ કમલકાંતે તાજમહેલ અંગે માહિતી આપી. તાજનો દીદાર કરતાં ઇવાંકાએ ગાઇડને કેટલાંય પ્રશ્નો પૂછયા. તેમણે પૂછયું કે શું શાહજહાંએ ખરેખર તાજમહેલ બનાવનાર કારીગરોના હાથ કાપવાના આદેશ આપ્યા હતા? તેના પર તેમણે કહ્યું કે શું શાહજહાંએ તાજમહેલ બનાવનાર કારીગરોના હાથ કાપવાના આદેશ આપ્યા હતા? તેના પર તેમણે કહ્યું કે આ ખોટું છે. શાહજહાંએ કારીગરોના હાથ કાપ્યા નહોતા પરંતુ એ વચન આપ્યું હતું કે તેઓ હવે કયારેય કામ કરશે નહીં. તેના બદલામાં તેમણે આજીવન સેલેરી આપવામાં આવી.

ઇવાંકાએ કમલકાંતને પૂછયું કે મુમતાજનું મૃત્યુ કેવી રીતે થયું હતું? તેના પર તેમણે કહ્યું કે તેમનું મૃત્યુ 14મા બાળકના જન્મ આપવાના લીધે થયું હતું. તેના પર ફરીથી પ્રશ્ન કર્યો કે શું ખરેખર? કમલે કહ્યું – આ હા સાચું છે. ઇવાંકાએ ટ્વીટ કર્યું, ‘તાજમહેલની ભવ્યતા અને સુંદરતા વિસ્મયકારી છે.’ ઇવાંકાએ પોતાના પતિ જેરેડ કુશનરની સાથે ડાયના બેન્ચની પાસે તસવીર ખેંચાવી.

ટ્રમ્પે કેટલાંય પ્રશ્નો પૂછયા

ઈવાંકાની જેમ જ તેના પિતા ડોનાલ્ડ ટ્રમ્પ અને માતા મેલેનિયા ટ્રમ્પે પણ ગાઇડ નિતિનને કેટલાંય પ્રશ્નો પૂછયા. ટ્રમ્પે પૂછયું કે તાજમહેલ કોણે બનાવ્યો હતો. તેના પાર તેમણે કહ્યું કે તેને મુગલ શહેનશાહ શાહજહાંએ બેગમ મુમતાજની યાદમાં બનાવ્યો હતો. તાજમહેલ બનાવનાર કારીગરોના પ્રશ્ન પર નિતિને ટ્રમ્પને કહ્યું કે આ કારીગર દેશભરમાંથી આવ્યા હતા. તેઓ સંગમરમરની ઇમારતો બનાવામાં કુશળ હતા.

ટ્રમ્પે પોતાના પત્ની મેલેનિયાની સાથે આખી દુનિયામાં પ્રસિદ્ધ ‘ડાયના બેન્ચ’ પર બેસીને યાદગાર તસવીરે ખેંચાવી. પહેલી વખત એવું બન્યું કે જ્યારે કોઇ અમેરિકન રાષ્ટ્રપતિએ પોતાની પત્નીની સાથે તસવીર ખેંચાવી હોય. ટ્રમ્પની દીકરી ઇવાંકાએ પોતાના પતિ જેરેડ કુશનરની સાથે ડાયના બેન્ચની પાસે તસવીર ખેંચાવી ટ્રમ્પ પોતાના પરિવારની સાથે લગભગ એક કલાક સુધી સ્મારકમાં રહ્યા.

આ વીડિયો પણ જુઓ : ટ્રમ્પની પત્ની મેલાનિયા અને પુત્રી ઇવાંકાનુ ડ્રેસિંગ આકર્ષક રહ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન