Ivanka Trump Could Be The Next Head Of The World Bank
  • Home
  • Business
  • ટ્રમ્પની પુત્રી ઈવાંકા બની શકે છે વર્લ્ડ બેંકની આગામી અધ્યક્ષ, પરંતુ…

ટ્રમ્પની પુત્રી ઈવાંકા બની શકે છે વર્લ્ડ બેંકની આગામી અધ્યક્ષ, પરંતુ…

 | 7:16 pm IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ્ર ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પ વર્લ્ડ બેંકની આગામી અધ્યક્ષ બની શકે છે. ઇવાંકાનું નામ વર્લ્ડ બેંકના અધ્યક્ષ પદની રેસમાં છે. ઇવાંકા અત્યારે વાઇટ હાઉસની સલાહકાર છે અને તે હાલના અધ્યક્ષ જિમ યોન્ગ કિમનું સ્થાન લઇ શકે છે.

રિપોટર્સના મતે, અધ્યક્ષ પદની રેસમાં ઇવાંકા સિવાય અન્ય સંભાવિત ઉમેદવારોમાં સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ રાજદૂત નિક્કી હેલી પણ સામેલ છે. ગુરુવારે વર્લ્ડ બેંક બોર્ડે કહ્યું કે, આગામી મહિનાની શરૂઆતથી નવા લીડર માટે નોમિનેશન સ્વીકાર કરવામાં આવશે અને મધ્ય એપ્રિલ સુધી નવા અધ્યક્ષની નિમણૂંક કરી દેવામાં આવશે.

હાલના અધ્યક્ષ કિમ પહેલા અમેરિકી નોમિની હતા, જેમણે 2012માં વર્લ્ડ બેંક પ્રેજિડેન્સી માટે ચૂંટણી લડી હતી. બેંકે બોર્ડને કહ્યું કે, સિલેક્શન પ્રોસેસ ‘ઓપન, મેરિટ-બેસ્ટ અને ટ્રાન્સપેરેન્ટ હશે. તે વાતનું ધ્યાન રાખવામાં આવશે કે નોન અમેરિકી ઉમેદવારને ટાળવા ન જોઇએ.

તમને જણાવી દઇએ કે, ઘણા ગ્લોબલ ઈન્સ્ટીટ્યૂશન જેવા વર્લ્ડ બેંકે ટ્રમ્પ પ્રશાસનનો વિરોધ કર્યો છે, પરંતુ હવે અધ્યક્ષ પદ માટે કોઇ નામ વિશે જણાવવા કહ્યું છે.

ધ્યાન આપવા જેવી તે વાત છે કે વર્લ્ડ બેંક (WB)ના પ્રેજિડેંટ જિમ યોન્ગ કિમ (Jim Yong Kim)એ સોમવારે જાહેરાત કરી છે કે તે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં રાજીનામું આપી દેશે. કિમ જલવાયુ પરિવર્તન પર ટ્રમ્પ પ્રશાસનની નીતિથી નાખુશ છે. કાર્યકાળ સમાપ્તિના ત્રણ વર્ષ પહેલા કિમનું પદ છોડવું ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અને અન્ય દેશોની વચ્ચે કટુ સંઘર્ષને હવા આપી શકે છે. બાકી દેશ વર્લ્ડ બેંક પર અમેરિકી દબદબાની ફરિયાદ કરતા રહે છે.