Ivermectin, HCQ was removed from the treatment of corona by ICMR
  • Home
  • Featured
  • આઈવરમેક્ટિન, HCQને કોરોનાની સારવારમાંથી ICMR દ્વારા હટાવાઈ

આઈવરમેક્ટિન, HCQને કોરોનાની સારવારમાંથી ICMR દ્વારા હટાવાઈ

 | 7:30 am IST
  • Share

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચતેમજ કોરોનાની નેશનલ ટાસ્ક ફોર્સ દ્વારા આઇવરમેક્ટિન તેમજ હાઇડ્રોક્લોરોક્વિનને કોરોનાની સારવારમાંથી હટાવવામાં આવી છે. જો કે સારવારનાં અંતિમ ઉપાય તરીકે સાવધાનીપૂર્વક તેનો ઉપયોગ કરી શકાય છે. કોરોના સામેની સારવારમાં આ બંને દવાઓ અસરકારક નીવડી હોવાનાં કોઈ પુરાવા મળ્યા નથી.

HCQ દ્વારા જણાવાયું હતું કે, કોરોનાનો વાઇરલ લોડ વધારે હોય કે તેનાં લક્ષણો દેખાય તેવા કિસ્સામાં પણ તેનો વધુ ડોઝ આપવાથી કોઈ અસર જણાઈ નથી. બીજી તરફ કોરોનાનાં ગંભીર દર્દીઓ કે જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવતી હોય તેમની એન્ટિબોડી દ્વારા સારવાર કરવા HCQ દ્વારા ભલામણ કરવામાં આવી છે.

કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 31,382 કેસ નોંધાયા હતા. જ્યારે 318નાં મોત થયાં હતાં. સારવાર પછી 24 કલાકમાં વધુ 32542 લોકો કોરોનામુક્ત થયા હતા. આમ રિકવરી રેટ વધીને97.78 ટકા થયો હતો. જ્યારે મૃત્યુ દર 1.33 ટકા રહ્યો હતો.

દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા  3,35,94,803 થઈ છે. કોરોનાએ કુલ  4,46,368 લોકોનો ભોગ લીધો છે. જો કે, એક્ટિવ કેસની સંખ્યા ઘટીને  3,00,162 થઈ છે. સારવાર પછી કુલ  3,28,48273,લોકો કોરોનામુક્ત થયા છે. ડેઈલી પોઝિટિવિટી રેટ સતત 25મા દિવસે ૩ ટકાથી નીચો ૨ ટકા રહ્યો છે. જ્યારે વીકલી રિકવરી રેટ 2.07 ટકા નોંધાયો છે.

દેશમાં કુલ 84.15 કરોડ વેક્સિન ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 84.15  કરોડથી વધુ  841518026 કરોડ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં એક જ દિવસમાં 72,20,642 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. દેશની 66 ટકા વસતીને સિંગલ ડોઝ આપવામાં આવ્યો હતો જ્યારે 23 ટકાને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો