ivoomi z1 launched in india with display notch face unlock
  • Home
  • Technology
  • આઈફોન X જેવો ભારતમાં લોન્ચ થયો સૌથી સસ્તો આ સ્માર્ટફોન

આઈફોન X જેવો ભારતમાં લોન્ચ થયો સૌથી સસ્તો આ સ્માર્ટફોન

 | 3:04 pm IST

ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની iVoomiએ ભારતમાં પોતાનો પહેલો નૉર્ચ ડિસ્પ્લેવાળો સ્માર્ટફોન iVoomi Z1 લોન્ચ કર્યો છે. કંપનીનો દાવો છે કે આઈવૂમી જેડ1 અત્યાર સુધીનો સૌથી સસ્તો નૉર્ચ ડિસ્પ્લેવાળો સ્માર્ટફોન છે. iVoomi Z1ની અન્ય ખાસિયતોની વાત કરીએ તો આ ફોનમાં ફેસ અનલૉકની સાથે-સાથે ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે. આ ફોન ક્લાસિક બ્લેક, ઓસિયન બ્લૂ અને પ્લેટિનમ ગોલ્ડ કલર વેરિએન્ટમાં મળશે.

iVoomi Z1ની કિંમત અને ઉપલબ્ધતા
ભારતમાં iVoomi Z1ની કિંમત 6999 રૂપિયા છે અને આ ફોન ફક્ત 2 જીબી રેમ અને 16 જીબી સ્ટોરેજ વેરિએન્ટમાં મળશે. જેનું વેચાણ એક્સ્લૂઝિવ રૂપે ફ્લિપકાર્ટથી આજથી થશે. તો ફ્લિપકાર્ટ પર બિગ બિલિયન ડેજ સેલ દરમ્યાન આ ફોનને 500 રૂપિયા સસ્તો એટલેકે 6499 રૂપિયામાં ખરીદી શકાશે. આ સિવાય ફોન પર એચડીએફસી કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાથી 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. તો જિયો તરફથી 2200 રૂપિયાનું કેશબેક પણ મળી રહ્યું છે.

ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, ડ્યુઅલ 4જી સપોર્ટ, એન્ડ્રોઈડ ઓરિયો 8.1 અને 5.67 ઈંચની એચડી પ્લસ ડિસ્પ્લે મળશે, જેનો આસ્પેક્ટ રેશિયો 18:7:9 છે. ડિસ્પ્લે પર આઈફોન X જેવો નૉર્ચ ડિસ્પ્લે મળશે. આ સિવાય આઈવૂમી મીડિયાટેક MT6739W પ્રોસેસર, 2 જીબી રેમ, 16 જીબી સ્ટોરેજ મળશે. જેને 128 જીબી સુધી વધારી શકાશે.

ફોનના કેમેરાની વાત કરીએ તો તેમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરો છે, જેમાં સોની IMX135 સેન્સર છે અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. ફ્લેશ લાઈટ ફક્ત રિયર કેમેરાની સાથે મળશે. આઈવૂમી જેડ1માં 2800 એમએએચની બેટરીની સાથે કનેક્ટિવિટી માટે 4G VoLTE, વાઈફાઈ, બ્લૂટૂથ, માઈક્રો યુએસબી અને હેડફોન જેક મળશે. ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળશે.