Iyer Jadeja completes first day's play in Kanpur Test
  • Home
  • Sports
  • Cricket
  • કાનપુર ટેસ્ટમાં પહેલા દિવસની રમત પૂર્ણ, અય્યર ડેબ્યુ મેચમાં છવાયો

કાનપુર ટેસ્ટમાં પહેલા દિવસની રમત પૂર્ણ, અય્યર ડેબ્યુ મેચમાં છવાયો

 | 5:25 pm IST
  • Share

  • IND vs NZ: કાનપુર ટેસ્ટમાં પહેલા દિવસની રમત પૂર્ણ
  • ભારતે 4 વિકેટ ગુમાવીને 258 રન બનાવ્યા
  • શ્રેયસ અય્યર 75 અને રવિન્દ્ર જાડેજા 50 રને અણનમ

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ગઈ છે. કાનપુરનું ઐતિહાસિક ગ્રીન પાર્ક સ્ટેડિયમ શ્રેણીની પ્રથમ ટેસ્ટનું આયોજન કરી રહ્યું છે. આ મેચના પહેલા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતે 4 વિકેટ ગુમાવીને 258 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા માટે શુભમન ગિલ અને મયંક અગ્રવાલે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. મયંક માત્ર 13 રન બનાવીને કાયલ જેમિસનનો શિકાર બન્યો હતો, જ્યારે ગિલ પચાસ રન બનાવીને આઉટ થયો હતો. ત્રીજા નંબરે આવેલો ચેતેશ્વર પુજારા માત્ર 26 રન બનાવી શક્યો હતો, રહાણે માત્ર 35 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી શ્રેયસ અય્યર 75 અને રવિન્દ્ર જાડેજા 50 રન બનાવીને અણનમ છે. ભારતીય બેટ્સમેનોની જવાબદારી છે કે તેઓ સાવચેતીથી રમે અને મોટો સ્કોર કરે જેથી કિવી ટીમ માટે પડકાર રજૂ કરી શકાય. પ્રથમ દિવસ સમાપ્ત થયા બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 84 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 258 રન બનાવ્યા છે.

શુભમન ગિલે તેની ટેસ્ટ કારકિર્દીની ચોથી અડધી સદી પૂરી કરી, તેણે માત્ર 81 બોલમાં 50 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યો હતો. ગિલ તેની પ્રથમ ટેસ્ટ સદી તરફ આગળ વધી રહ્યો હતો. પરંતુ કાયલ જેમિસને તેને 52 રનમાં ક્લીન બોલ્ડ કર્યો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને પ્રથમ બોલિંગ કરવા બોલાવ્યું હતું. રહાણેએ કહ્યું કે ન્યૂઝીલેન્ડ ગુણવત્તાયુક્ત ટીમ છે અને અમે તેને હળવાશથી નહીં લઈએ. કેન વિલિયમસને પણ ભારતીય પડકારનો સ્વીકાર કર્યો હતો.

વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની કમાન અજિંક્ય રહાણેના હાથમાં છે. ‘કિંગ કોહલી’ને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે આરામ આપવામાં આવ્યો છે. તે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી બીજી ટેસ્ટમાં સામેલ થશે. શ્રેયસ અય્યરને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી.

શ્રેયસ અય્યરને પ્રથમ વખત ટીમમાં તક આપવામાં આવી છે. પરંતુ એક ખેલાડી એવો છે જેને પ્લેઈંગ ઈલેવનમાં પસંદ કરવામાં આવ્યો નથી. અમે વાત કરી રહ્યા છીએ સૂર્યકુમાર યાદવની. સૂર્યકુમાર યાદવને સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે પ્રથમ વખત ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જો કે સૂર્યકુમારને તે પ્રવાસમાં એક પણ ટેસ્ટ મેચ રમવાની તક મળી ન હતી. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પણ સૂર્યકુમાર યાદવની પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી થઈ ન હતી. ઝડપી બોલરોને સવારે જૂના બોલથી ઘણો રિવર્સ સ્વિંગ મળશે. જોરદાર પવનને કારણે બેટ્સમેનોની વિકેટ વહેલી સવારે પડી શકે છે. ટીમ ઈન્ડિયા તરફથી તમામની નજર ઈશાંત શર્મા અને મોહમ્મદ સિરાજ પર રહેશે, જ્યારે નીલ વેગનર અને કાઈલ જેમિસન પણ કિવી ટીમ તરફથી ઘાતક સાબિત થઈ શકે છે. યુપીમાં પણ શિયાળો પડવા લાગ્યો છે, તેથી સવારે જમીન પર ભેજ રહેશે. આ કારણે, આઉટફિલ્ડ ધીમી રહેવાની અપેક્ષા રાખવામાં આવશે. પાંચેય દિવસની મેચનું પ્રથમ સત્ર સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે.

ન્યૂઝીલેન્ડની ટીમે ભારતીય ધરતી પર છેલ્લી ટેસ્ટ મેચ 2016માં કાનપુરમાં જ રમી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ તેને હરાવ્યું હતું. આ વર્ષે ઇંગ્લેન્ડમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો છેલ્લી વખત ટકરાયા હતા. ટીમ ઈન્ડિયાને ત્યાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન:

શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, શ્રેયસ ઐયર, અજિંક્ય રહાણે (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ.

ન્યુઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન:

ટોમ લેથમ, વિલ યંગ, કેન વિલિયમસન (કેપ્ટન), રોસ ટેલર, હેનરી નિકોલ્સ, ટોમ બ્લંડેલ (વિકેટકીપર),  કાયલ જેમીસન, રચિન રવિન્દ્ર, એજાઝ પટેલ, ટિમ સાઉથી, વિલિયમ સોમરવિલે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો