J A M N A G A R 18 - Sandesh
NIFTY 10,988.20 -30.70  |  SENSEX 36,499.27 +-42.36  |  USD 68.6000 +0.08
1.6M
1M
1.7M
APPS

J A M N A G A R 18

 | 1:49 am IST

સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, રાહુ, શનિના સંયોજનથી બનેલું ૧૮ નંબર = મંગળ એટલે જામનગર શહેર. સૂર્યનો ૧ નંબર, શનિનો ૮ નંબર = મંગળ (૯) સૂર્ય+ શનિનું આ સંયોજન ખૂબ જ મુશ્કેલી અને કડવાટ ભર્યું તથા તકલીફોયુક્ત અને ચઢાવ-ઉતારવાળું જીવન આપે છે. જીવનમાં શાંતિ અને ઠહેરાવ નથી મળતા. સતત કાર્યરત રહેવા છતાં જીવનમાં ઊણપો રહે છે. આ સંયોજન કૌટુંબિક અશાંતિ, પૈસાકિય મુશ્કેલી અને જીવનનું ડિસ્ટબન્સ દેખાડે છે. અહીં રાહુ, શનિ, મંગળએ નેગેટિવ ઊર્જાના અને અચાનકથી મુશ્કેલીયુક્ત વાતાવરણ ઊભા કરવાવાળા છે. ઝઘડા, એક્સિડન્ટ, નાના-મોટા આગની દુર્ઘટના ઊભા કરે અને અહીંની પ્રજાની શાંતિ ભંગ કરે. અહીં જોવા જાઈએ તો ચંદ્રને આ પરિસ્થિતિમાં બળ મળતું નથી. દુર્ભાગ્યવશ પહેલાં મુશ્કેલીઓનો સામનો કર્યા પછી જ સફળતા મળે છે. તેથી જ જે વ્યક્તિનો નંબર ૧૮, ૨૭, ૯ હશે કે નામ નંબર ૯, ૧૮, ૨૭ હશે તેના જીવનમાં મુશ્કેલીમાં વધારો થશે. ૯ નંબર ઊર્જાનો નંબર હોવા છતાં આ સંયોજનથી મુશ્કેલી આવશે. હવે આપણે જો આ JAAMNAGARBkkt ’A‘ ઉમેરીને ૧ નંબર વધારીને આ સંયોજનને ૧૯ નંબર કરીશું તો સૂર્ય+મંગળ= સૂર્યથી આ નંબર ભાગ્યશાળી નંબરનું સંયોજન થશે. જે અહીંની પ્રજાને શક્તિશાળી, સફળતા આપવાવાળી, ખુશી આપવાવાળી બનાવશે અને ઊંચાઈ ઉપર પહોંચાડશે. અને એટલે જ અહીંની પ્રજા એ પોતાના કાર્યોને સરળ બનાવવા માટે ‘છ’ એટલે કે ૧-સૂર્યના નંબરનો ઉમેરો પોતાના અગત્યના ડોક્યુમેન્ટસમાં કરવો જોઈએ. જેથી તેમનું ભાગ્ય બદલાશે.

આ શહેર મંગળ, રાહુ, શનિના સંયોજનથી ઔધોગિક રીતે ખૂબ જ સારી રીતે આગળ વિકાસ સાધી શકે, સૂર્ય+બુધથી વેપાર-વાણિજય, કમ્પ્યૂટર, ઉચ્ચ શૈક્ષણિકતામાં પણ નામના મેળવી શકે તેમ છે.

જામનગરનાં હુલામણાં નામ કાઠીયાવાડનો હીરો, સૌરાષ્ટ્રનું પેરિસ, નાનું કાશી, ઓઈલસિટી છે. આ શહેર જ જોવાલાયક સ્થળોમાં પ્રતાપવિલાસ મહેલ, લખોટા પેલેસ, રણમલ તળાવ, દ્વારકાધિસ મંદિર, ભીડભંજન મંદિર, ખિજડા મંદિર છે.

– ડો.પિનાર્કા રાજેશ મિસ્ત્રી

[email protected]