jack-ma-succession-plan-ceo-daniel-zhang-will-be-next-chairman-of-alibaba
  • Home
  • Business
  • આ શખ્સ છે ચીનના ભગવાનનો ઉત્તરાધિકારી, સંભાળશે ALIBABAની કમાન

આ શખ્સ છે ચીનના ભગવાનનો ઉત્તરાધિકારી, સંભાળશે ALIBABAની કમાન

 | 1:37 pm IST

ચીનના ભગવાન અને લાખો ગરીબોના મસીહા અલીબાબાના સ્થાપક જૈક માએ તેમનો ઉત્તરાધિકારી શોધી લીધો છે. તેમની જગ્યાએ કંપનીના સીઇઓ પદે ડેનિયલ જાંગ લેશે. ડેનિયલ જાંગ ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાને સંભાળશે. અલીબાબા તરફથી સોમવારે જાહેર થયુ હતુ કે જૈક મા આગામી 12 માસ સુધી કંપનીના એક્સીક્યુટિવ ચેરમેન તરીકે કાર્યભાર સંભાળશે. હાંગજૂ સ્થિત કંપનીની 10 સપ્ટેમ્બર 2019 20મી વર્ષગાઠ છે. જાંગ અલીબાબાની જ બીજી ઓનલાઈન શોપિંગ પોર્ટલ કંપની તાઓબાઓના સીઇઓ પદે રહી ચુક્યા છે. જૈક મા 2020 સુધી અલીબાબા સુમહના મંડળના સભ્ય રહેશે.

જૈક માએ લખ્યો પત્ર
જૈક માએ કંપનીના શેરધારકો તેમજ કર્મચારીઓને એક પત્ર લખ્યો છે તેમણે પત્રમાં લખ્યુ છે કે આવનારા 12 મહીના સુધી તેઓ અલીબાબાના એક્સીક્યુટિવ ચેરમેન રહેશે. ડેનિયલ જાંગ સાથે મળી કામ કરશે એટલે તેઓ નવી જવાબદારીને શાન્તીપૂર્ણ રીતે સમજી શકે.

1999માં શરૂ કરવામાં આવી હતી અલીબાબા
અલબાબાની સ્થાપના જૈક માએ 1999માં કરી હતી. આજે અલીબાબા દુનિયાની સૌથી મોટી કંપની છે. નિવૃત્તી પછી જૈક મા શિક્ષણ ક્ષેત્રે ઝંપલાવશે.જૈક માએ કહ્યુ હતુ કે હું હવે શિક્ષણ ક્ષેત્રે પરત ફરવા માંગુ છુ. દુનિયા ખુબજ મોટી છે હું હજુ યુવાન છુ મારે હવે નવી ચાજો કરવી છે. 2017-18માં કંપનીની આવક 39.9 અરબ ડૉલર હતી.