jacqueline fernandez and lisa haydon fight for climb the plane
  • Home
  • Featured
  • જેક્લીન અને લિસા વિમાનમાં પહેલાં ચઢવા માટે ઝપાઝપી કરવા લાગી, કોઈએ વીડિયો ઉતારી વાયરલ કર્યો!

જેક્લીન અને લિસા વિમાનમાં પહેલાં ચઢવા માટે ઝપાઝપી કરવા લાગી, કોઈએ વીડિયો ઉતારી વાયરલ કર્યો!

 | 5:59 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતાં રહે છે. જો કે હાલમાં જ જેક્લીન અને અભિનેત્રી લિસા હેડનનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જેક્લીન અને લિસા હેડન વિમાનમાં ચઢવા માટે એકબીજા સાથે લડતી જોવા મળે છે. ક્યારેક જેક્લીન અને ક્યારેક લિસા એકબીજાને પહેલા વિમાન પર ચઢવા માટે ધક્કા મારી રહી છે. એક બીજાને ખેંચતી પણ જોવા મળી રહી છે. વીડિયોમાં એક્ટ્રેસ લિસા હેડન બ્રાઉન કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે, જ્યારે જેક્લીન વ્હાઇટ આઉટફિટમાં છે.

અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝ અને લિસા હેડનનો આ વીડિયો ફિલ્મ કિડા 123ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે જેક્લીન અને લિસા ખૂબ જ મસ્તી કરી રહી છે. વીડિયોને અત્યાર સુધીમાં 35 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. જેક્લીન અને લિસાના આ વીડિયો પર ચાહકો ટિપ્પણી કરી રહ્યા છે. તો જુઓ તમે પણ આ સરસ વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન