Jacqueline Fernandez given statement about India- Sri lanka World Cup match
  • Home
  • Entertainment
  • Bollywood
  • ભારત-શ્રીલંકા વર્લ્ડકપ મેચ પહેલા જેક્લીને આપ્યું એવું નિવેદન કે, તમે જાણીને ધિક્કારશો

ભારત-શ્રીલંકા વર્લ્ડકપ મેચ પહેલા જેક્લીને આપ્યું એવું નિવેદન કે, તમે જાણીને ધિક્કારશો

 | 12:11 pm IST

તાજેતરમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ICC Cricket World Cup-2019 મેચ રમાઈ રહી છે. તેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 6 જુલાઈએ ક્રિકેટ મેચ રમાશે. આ મેચ માટે બોલીવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસ ખુબ ઉત્સાહિત છે.

ભારત અને શ્રીલંકા મેચ વચ્ચે તે એક ત્રીજી જ ટીમની પસંદગી કરવાની છે. તે છે શ્રીલંકા ટૂરિઝમ. શ્રીલંકા ટૂરિઝમે ભારતમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જેક્લીન ફર્નાન્ડિસને પસંદ કરી છે.

જેક્લીન મૂળ શ્રીલંકન નિવાસી છે. મુંબઈમાં શ્રીલંકા ટૂરિઝમ દ્વારા આયોજિત પ્રેશ કોન્ફરન્સ અને પ્રમોશનલ કાર્યક્રમમાં જેક્લીને પત્રકારોને કહ્યું કે, શ્રીલંકા આજે પણ પર્યટકો માટે સુરક્ષિત અને સ્વર્ગસમાન છે. ઈસ્ટર તહેવારના દિવસે થયેલા આતંકવાદી હુમલા બાદ પર્યટકોની સંખ્યા ઘટી ગઈ છે, પરંતુ હું કહેવા માંગીશ કે શ્રીલંકા સંપૂર્ણપણે સુરક્ષિત છે. શ્રીલંકાએ ખુબ ઝડપથી આતંકવાદી નેટવર્કને ધ્વસ્ત કરી દીધું છે.

જેક્લીનને જ્યારે પૂછવામાં આવ્યું કે વર્લ્ડ કપ મેચમાં તમે કઈ ટીમને સપોર્ટ કરશો? ત્યારે જેક્લીને કહ્યું કે, જ્યારે ભારતીય ટીમ શ્રીલંકા સિવાય કોઈ બીજી ટીમ સામે રમતી હોય ત્યારે હું ભારતને સપોર્ટ કરીશ, પરંતુ જ્યારે ભારતીય ટીમ શ્રીલંકા સામે રમતી હશે ત્યારે હું શ્રીલંકાને સપોર્ટ કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન