Jacqueline Fernandez Handstand Workout Video goes Viral on Internet
  • Home
  • Videos
  • Featured Videos
  • એક્ટ્રેસ જેકલીને સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, 33 લાખથી વધુ લોકોએ જોયો આ Video

એક્ટ્રેસ જેકલીને સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, 33 લાખથી વધુ લોકોએ જોયો આ Video

 | 12:04 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેઓ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો થતી સેલિબ્રિટીઝમાંથી એક છે. ઈન્સ્ટાગ્રામ પર જેકલીનના લગભગ 28 લાખથી વધુ ફોલોવર્સ છે. જેકલીન તેના ફેન્સ માટે સતત વીડિયો અને તસવીરો શેર કરતી હોય છે.

ત્યારે હવે જેકલીને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ એક અરીસા સામે હેન્ડ સ્ટેંડ કરતા નજરે આવી રહી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જેકલીન તેના હાથ વડે ઉભી થઈ તેના પગને અરીસાની મદદથી તેના માથાના નજીક લઈ આવે છે. વીડિયોના કેપ્શનમાં જેકલીને લખ્યું કે,‘તાકત હંમેશા અંદરથી આવે છે. હેન્ડ સ્ટેંડ કરવું એક સારી એક્સરસાઇઝ છે. જે તમારી બેકને મજબૂત બનાવે છે અને તમારા પેટને પણ સ્ટ્રેચ કરે છે. આશા છે કે દિવસ હું આ એક્સરસાઇઝ અરીસા વગર કરી શકું.’ લખાય ત્યાં સુધી આ વાયરલ વીડિયોને 33 લાખથી વધુ લોકોએ જોયો છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો જેકલીન જલ્દી એક વેબ સિરીઝમાં નજરે આવશે. મીડિયા રિપોર્ટ મુજબ આ વેબ સિરીઝમાં તેઓ એક સીરિયલ કિલરની ભૂમિકા ભજવશે. આ સિરીઝને ફરાહ ખાન પ્રોડ્યૂસ કરી શકે છે. જ્યારે તેનું નિર્દેશન તેના પતિ શીરિષ કુંદર કરે એવી શક્યતાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન