jacqueline fernandez know her net worth and side business
  • Home
  • Featured
  • PHOTOS: બોલિવૂડ સિયાવ જેક્લીન કરી રહી છે આ બિઝનેસ, કુલ કમાણી જાણીને દંગ રહી જશો!

PHOTOS: બોલિવૂડ સિયાવ જેક્લીન કરી રહી છે આ બિઝનેસ, કુલ કમાણી જાણીને દંગ રહી જશો!

 | 6:39 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિઝે બોલિવૂડમાં એક ટોચનું નામ કમાયું છે. જેક્લીન શ્રીલંકાની છે પરંતુ તેનો જન્મ બહરીનમાં થયો હતો. જેક્લીન ફર્નાન્ડિઝ એકદમ ટેલેન્ટેડ છે. ફિલ્મોમાં આવતાં પહેલાં તેણે પત્રકારત્વથી લઈને મોડેલિંગ સુધીની કળામાં હાથ અજમાવ્યો છે. આટલું જ નહીં તેણે 14 વર્ષની ઉંમરથી જ ટીવી શોનું હોસ્ટિંગ શરૂ કરી દીધું હતું.

ફિલ્મ મર્ડર 2થી જેક્લીન ઓળખાતી થઈ અને આ તેની કારકીર્દિનો મોટો વળાંક હતો. 2014માં તેણે ફિલ્મ ‘કિક’માં પણ સારો પરિચય બનાવ્યો. બોલિવૂડ સિવાય જેક્લીન ફર્નાન્ડિઝની શ્રીલંકામાં એક રેસ્ટોરન્ટ પણ છે. 2017માં સમાચાર મળ્યા હતા કે તેણે Kaema Sutra નામની રેસ્ટોરન્ટ શરૂ કરી છે. જેક્લીન ઘણાં બ્રાન્ડ એન્ડોર્સર્સ સાથે મ્યુઝિક આલ્બમ્સમાં પણ કામ કરી રહી છે. અહેવાલો અનુસાર તેની કુલ કમાણી લગભગ 75 કરોડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન