Jacqueline Fernandez shared a photo and told everyone - now you know!
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • જૈકલીન ફર્નાન્ડીસે એક ફોટો શેર કરીને તમામ જનતાને કહ્યું- હવે તમને ખબર પડી!

જૈકલીન ફર્નાન્ડીસે એક ફોટો શેર કરીને તમામ જનતાને કહ્યું- હવે તમને ખબર પડી!

 | 12:46 pm IST

હોલિવૂડ ડિરેક્ટર આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ધ બર્ડ યાદ છે! આખા નગર પર પક્ષીઓ હુમલો કરે છે. બધા ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બને છે. આવી જ સ્થિતિ હાલ કોરોના વાઈરસના લીધે જોવા મળી રહી છે. દેશનાં અનેક રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડીસે સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરી છે.

આ તસવીરમાં જૈકલીને પ્રાણીસંગ્રહાલયમાં કેદ પશુ-પક્ષીઓની વેદના વર્ણવી છે. જૈકલીને શેર કરેલી તસવીરમાં એક પાંજરામાં એક પાંડા ઉદાસ બેઠેલું નજરે પડે છે. તસવીર શેર કરતા જૈકલીને લખ્યું છે કે, હવે તમને ખબર પડી કે પ્રાણીસંગ્રહાલયમાં પશુ-પક્ષીઓ શું અનુભવી રહ્યાં છે? જૈકલીને આ પોસ્ટથી પ્રાણીસંગ્રહાલયમાં કેદ પશુ-પક્ષીઓ અને કોરોના વાઈરસના ડરથી ઘરમાં કેદ લોકોની તુલના કરી છે. એટલે જૈકલીનની આ તસવીર ખૂબ વાઈરલ થઈ રહી છે.

જૈકલીન પોસ્ટ કરે અને તેના ફેન્સ કમેન્ટ કરવાનું બાકી રાખે ખરા! અનેક યુઝર્સે જૈકલીનની આ પોસ્ટનાં વખાણ કર્યાં. જૈકલીન અવારનવાર પશુ-પક્ષીઓને લઈને વિવિધ પોસ્ટ કરતી રહે છે. જૈકલીન માને છે કે, અબોલ પશુ-પક્ષીઓ બોલી શકતાં નથી, પરંતુ પોતાની વેદના તેમના વર્તનથી રજૂ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન