Jade Dernbach Announced His Retirement From International Cricket
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ ચેમ્પિયન બનતા જ ઇંગ્લેન્ડનાં આ ખેલાડીએ લીધો સંન્યાસ, કહ્યું “આ યોગ્ય સમય છે”

વર્લ્ડ ચેમ્પિયન બનતા જ ઇંગ્લેન્ડનાં આ ખેલાડીએ લીધો સંન્યાસ, કહ્યું “આ યોગ્ય સમય છે”

 | 6:47 pm IST

ઇંગ્લેન્ડની ટીમે 44 વર્ષનો દૂકાળ ખત્મ કરતા વર્લ્ડ કપ 2019નો ખિતાબ પોતાના નામે કર્યો છે. ન્યૂઝીલેન્ડ સામે તેણે અત્યંત રોમાંચક ફાઇનલ મેચમાં વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ન્યૂઝીલેન્ડની સામે અત્યંત રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડે સુપર ઑવર અંતર્ગત મેચમાં જીત મેળવી. ઇંગ્લેન્ડે વર્લ્ડ કપ જીતતા જ ટીમનાં ઝડપી બૉલર જેડ ડેર્નબર્કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે.

ડેનબર્કે પોતાના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર કરી સંન્યાસની જાહેરાત

એવા સમાચાર આવી રહ્યા હતા કે જો ભારત વર્લ્ડ કપ જીતશે તો ધોની સંન્યાસ લઇ લેશે, પરંતુ જે કામ ધોનીએ ના કર્યું તે ડર્નબકે કર્યું. ડેર્નબર્કે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને આ વાતની જાણકારી આપી. તેણે પોતાના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર લખ્યું કે, ‘મને લાગે છે કે આજે એ જણાવવાનો યોગ્ય સમય છે કે, મે આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે અને મારા જીવનમાં આ જણાવવાનો આનાથી વધારે સારો દિવસ ના હોઈ શકે. મને સપોર્ટ કરવા માટે તમામ ફેન્સ અને દોસ્તોનો આભાર.’ ઇંગ્લેન્ડ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે અને આવામાં ડેર્નબર્કની પાસે રિટાયરમેન્ટ લેવા આનાથી વધારે સારી તક નહોતી હોઇ શકતી.

શ્રીલંકાની સામે વર્ષ 2011માં કર્યું હતુ વન ડેમાં ડેબ્યૂ

ઇંગ્લેન્ડ તરફથી ડેર્નબર્કે 24 વન ડે અને 34 ટી-20 મેચમાં ભાગ લીધો છે. શ્રીલંકાની સામે વર્ષ 2011માં ડેર્નબર્કે પોતાની પહેલી વન ડે મેચ રમી હતી. પોતાની પહેલી મેચમાં તેણે 5 ઑવરનો સ્પેલ નાંખ્યો હતો અને 2 વિકેટ ઝડપી હતી. તે ઇંગ્લેન્ડ માટે છેલ્લે 2014માં દક્ષિણ આફ્રિકા સામે રમ્યો હતો. આ એક ટી-20 મેચ હતી, જેમાં તે ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે 3 ઑવરમાં 44 રન આપ્યા હતા. આ મેચ દક્ષિણ આફ્રિકાની ટીમે 3 રને જીતી હતી.

2011માં હતો ઇંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમનો ભાગ

ઉલ્લેખનીય છે કે ડેનબર્ક પણ મૂળ દક્ષિણ આફ્રિકાનો છે. વર્ષ 2000માં તેનો પરિવાર ઇંગ્લેન્ડમાં શિફ્ટ થયો હતો. વર્ષ 2000થી તે પોતાના પરિવારની સાથે ઇંગ્લેન્ડમાં જ રહી રહ્યો છે. ડેનબર્ક 2011 વર્લ્ડ કપમાં પણ ટીમનો ભાગ હતો, પરંતુ તે દરમિયાન તેને એકપણ મેચ રમવાની તક મળી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન