તલવારની જેમ બેટ ઊંચી કરીને જાડેજા મેચમાં છવાઈ ગયો

1850

રાંચીમાં ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયા વચ્ચે રમાઈ રહેલ મેચમાં જોરદાર નજારો જોવા મળ્યો હતો, જેનાથી સ્ટેડિયમમાં બેસેલા દર્શકો પણ ખુશ થઈ ગયા હતા. થોડીક ક્ષણો માટે મેચમાં જાણે એન્ટરટેઈનમેન્ટનો બ્રેક લેવાયો હોય તેવું લાગ્યું હતું. જાડેજાએ 5 ફોર અને 2 સિક્સ ફટકારીને માત્ર 55 બોલમાં જ આક્રમક 54 રન ફટકારી દીધા હતા. તેની સાથે જાડેજાએ ક્રિકેટની પરંપરા મુજબ બેટને હવામા ફેરવી હતી. પણ તેણે બેટને તલવારની જેમ હવામાં ફેરવી હતી, જેને જોઈને ઓડિયન્સ તો ખુશ ખુશ થઈ ગયું.