Jadeja Created History In Manchester In Semi Final
  • Home
  • Sports
  • Cricket
  • ભાગ્યે જ કોઇ ભૂલી શકશે જાડેજાની અડધી સદી, માન્ચેસ્ટરમાં રચી દીધો ઇતિહાસ

ભાગ્યે જ કોઇ ભૂલી શકશે જાડેજાની અડધી સદી, માન્ચેસ્ટરમાં રચી દીધો ઇતિહાસ

 | 8:02 pm IST

વર્લ્ડ કપની 12મી સીઝનની પહેલી સેમિ-ફાઇનલ માન્ચેસ્ટરનાં ઑલ્ડ ટ્રેફર્ડમાં રમાઇ હતી. રિઝર્વ ડે પર ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં ટીમ ઇન્ડિયાએ રવિન્દ્ર જાડેજાની શાનદાર ઇનિંગની મદદથી પુનરાગમન કર્યું હતુ. જો કે જાડેજાનાં આઉટ થયા બાદ ટીમે મેચ હાથમાંથી ગુમાવી દીધી અને 18 રનથી હારનો સામનો કરવો પડ્યો.

92 રનમાં જ ભારતે 6 વિકેટ ગુમાવી દીધી હતી

એક સમયે હારનાં મુખ આગળ ઉભેલી ભારતીય ટીમને જાડેજાએ છેક જીત સુધી પહોંચાડ્યું, પરંતુ આખરે જાડેજા આઉટ થઇ જતા ભારતની જીત અસંભવ બની ગઇ હતી. ભારતીય ટીમે 92 રન પર જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બેટિંગમાં આવેલા જાડેજાએ 38 બૉલમાં અડધી સદી ફટકારી હતી. આઉટ થયા પહેલા જાડેજાએ 59 બૉલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી સર્વાધિક 77 રન બનાવ્યા હતા.

સાતમાં નંબરે બેટિંગમાં આવીને ફટકારી અડધી સદી

જાડેજાએ 5 વર્ષ પછી વન ડેમાં અડધી સદી ફટકારી. સાથે જ વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં સાતમાં નંબરે બેટિંગમાં આવીને અડધી સદી ફટકારનારો જાડેજા પહેલો ખેલાડી બની ગયો છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ કપમાં જાડેજાની આ બીજી મેચ હતી. તેણે મહેન્દ્ર સિંહ ધોની સાથે 100થી વધારે રનની ભાગેદારી નોંધાવી હતી. આ મેચમાં જાડેજાએ 10 ઑવરમાં 40 રન આપીને 1 વિકેટ ઝડપી હતી અને એક શાનદાર રન આઉટ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન