રવિન્દ્ર જાડેજા બોલિંગ નાખી તૂટી ગયો પણ `વિકેટ યોગ’ નથી - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • રવિન્દ્ર જાડેજા બોલિંગ નાખી તૂટી ગયો પણ `વિકેટ યોગ’ નથી

રવિન્દ્ર જાડેજા બોલિંગ નાખી તૂટી ગયો પણ `વિકેટ યોગ’ નથી

 | 11:27 am IST

ભારતના સ્પિનર રવિન્દ્ર જાડેજા કપરા કાળમાંથી પસાર થઈ રહ્યા હોય તેમ જણાય છે. 29 વર્ષના જાડેજાએ એક દિવસ અગાઉ જ વિજય હજારે ટ્રોફીની 50 ઓવરની મેચમાં ઝારખંડ સામે અણનમ 113 રન ફટકાર્યા હતાં. તેમની સદીને લીધે જ સૌરાષ્ટ્રનો વિજય થયો હતો. આ સાથે રવિન્દ્ર જાડેજાની  ભારે પ્રશંસા થવા લાગી હતી, પરંતુ સિક્કાની બીજી બાજુ જોઈએ તો તેમની સ્પિન બોલિંગ બિનઅસરકાર પુરવાર થઈ રહી છે.

વિજય હજારે ટ્રોફીમાં જાડેજા અત્યાર સુધી ચાર મેચ રમ્યા છે, પરંતુ તેમને એકેય વિકેટ મળી નથી. આ માટે તેમના બોલિગ એનાલિસિસ પર દ્રષ્ટિપાત કરવા જેવો છે.

પાંચ ફેબ્રુઆરી 2018એ સિંકદરાબાદમાં છત્તીસગઢ સામે 10-1-43-0

આઠ ફેબ્રુઆરી 2018એ સિંકદરાબાદમાં જમ્મુ અને કાશ્મીર સામે 10-0-59-0

નવ ફેબ્રુઆરી 2018એ હૈદરાબાદમાં હૈદરાબાદ સામે 10-0-39-0

11 ફેબ્રુઆરી 2018એ સિકંદરાબાદમાં ઝારખંડ સામે 2-0-16-0

વિજય હજારે ટ્રોફીમાં સદી પછી જાડેજાએ ટ્વિટર પર આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

બાંગ્લાદેશ સામે  ચેમ્પિન્સ ટ્રોફીની સેમી ફાઈનલમાં 15 જૂન 2017એ શાકિબ અલ હસને જાડેજાએ આઉટ કર્યા હતાં. ત્યારપછી તેમને એક પણ વિકેટ મળી નથી. તેમણે 61.4 ઓવર નાખી છે પરંતુ એકેય વિકેટ મળી નથી.