Y. S. Jaganmohan Reddy Government Will Bring New Bill Against Rape
  • Home
  • Featured
  • બળાત્કારીઓનો કાળ બનશે આ રાજ્યની સરકાર, 21 દિવસમાં જ લટકાવી દેશે ફાંસીએ!

બળાત્કારીઓનો કાળ બનશે આ રાજ્યની સરકાર, 21 દિવસમાં જ લટકાવી દેશે ફાંસીએ!

 | 10:44 pm IST

આંધ્ર પ્રદેશની જગમોહન રેડ્ડી સરકાર એક બિલ લાવવાની તૈયારીમાં છે, જેમાં બળાત્કારનાં દોષિતોને 21 દિવસમાં ફાંસીની સજા આપવાની જોગવાઈ છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સરકાર 11 ડિસેમ્બરનાં આ બિલને રાજ્ય વિધાનસભામાં રજૂ કરી શકે છે. આ પહેલા આંધ્ર પ્રદેશનાં મુખ્યમંત્રી વાઈ.એસ. જગમોહન રેડ્ડી હૈદરાબાદની ડૉક્ટરનાં સાથે સામૂહિક બળાત્કાર અને તેની હત્યાનાં ચાર આરોપીઓને કથિત અથડામણમાં ઠાર કરવાને લઇને પણ તેંલગાનાનાં પોતાના સમકક્ષ ચંદ્રશેખર રાવ અને તેલંગાના પોલીસની પ્રશંસા કરી ચુક્યા છે.

કડક કાયદો લાવવાની વાત જગમોહન રેડ્ડીએ કરી હતી

જગમોહન રેડ્ડીએ એ પણ જાહેરાત કરી કે તેમની સરકાર મહિલાઓ વિરુદ્ધ અત્યાચારનાં મુદ્દાની ત્વરિત સુનાવણી અને સજા સુનિશ્ચિત કરવા માટે કડક કાયદો બનાવવા માટે વિધાનસભાનાં વર્તમાન સત્રમાં બિલ લાવશે. તેમણે વિધાનસભામાં પોતાના ભાવુક ભાષણમાં એવા કડક કાયદાની વકિલાત કરી જે મહિલાઓની વિરુદ્ધનાં અપરાધોની ત્વરિત સુનાવણી અને ઉદાહરણ આપવા લાયક સજા સુનિશ્ચિત કરશે.

મારે પણ બે દીકરીઓ છે, પિતા તરીકે મને પણ પીડા થઈ – જગમોહન

તેમણે કહ્યું હતુ કે, “બે દીકરીઓનો પિતા હોવાના નાતે આ ઘટનાથી મને પીડા થઈ. પિતા હોવાના નાતે મારે આવી ઘટનાઓ પર કેવી પ્રતિક્રિયા આપવી જોઇએ? કયા પ્રકારની સજા માતા-પિતાને રાહત આપશે, આપણે તે વિશે વિચારવું જોઇએ.” તેમણે કહ્યું કે, “ઘટના બની, મીડિયાએ બતાવ્યું કે ખોટું થયું. ત્યારબાદ તેલંગાના સરકારે જવાબ આપ્યો. KCR અને પોલીસ અધિકારીઓને મારા સલામ.”

માનવઅધિકારોનાં નામે બરાડા પાડતા લોકોને લીધા નિશાને

જગમોહન રેડ્ડીએ માનવાધિકારનો ઘોંઘાટ કરાનારાઓને નિશાને લેતા કહ્યું કે, “જ્યારે કોઈ ફિલ્મમાં નાયક અથડામણમાં કોઈને ગોળી મારે છે તો આપણે સૌ તાળીઓ વગાડીએ છીએ અને કહી છીએ કે ફિલ્મ સારી છે.” તેમણે કહ્યું કે, “પરંતુ, જો કોઈ સાહસિક વ્યક્તિ વાસ્તવિક જિંદગીમાં એ જ કરે છે… તો કોઈ રાષ્ટ્રિય માનવઅધિકાર આયોગનાં નામે દિલ્લીથી આવશે. તે કહેશે કે આ ખોટું છે, આવું ના થવું જોઇએ. તેઓ પ્રશ્ન ઉઠાવે છે કે તેમણે આવું કેમ કર્યું?” તેમણે કહ્યું, “આપણે જોઇએ છીએ કે આવા પ્રશ્ન ઉઠી રહ્યા છે. આપણા કાયદા આવી દયનીય હાલતમાં છે.”

આ વિડીયો પણ જુઓ: અમે કોંગ્રેસ પક્ષ સત્તા પક્ષ ભાજપને ટેકો આપીશું – દિનેશ શર્મા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન