Astrology, spiritual jagannath rath yatra raipur chhattisgarh
  • Home
  • Astrology
  • જગન્નાથ પુરી સિવાય આ શહેરમાં 500 વર્ષથી નીકળે છે રથ યાત્રા, થાય છે ચમત્કાર

જગન્નાથ પુરી સિવાય આ શહેરમાં 500 વર્ષથી નીકળે છે રથ યાત્રા, થાય છે ચમત્કાર

 | 11:56 am IST

નગરનો નાથ જાતે રથ લઈને નગરચર્યા પર નીકળે એનાથી મોટી અને પાવન ઘટના બીજી શુ હોય શકે. હવે તો ભગવાન જગન્નાથની રથયાત્રા પુરી સિવાય મોટા મોટા શહેરોમાં નીકળે છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરમધામ પુરીના નામથી જ જાણીતી છે.

ભગવાન જગન્નાથજી, બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથ પર સવાર થઈને નગરચર્યાએ  નીકળે છે, ખુબજ ધામધુમથી આ યાત્રા કાઢવામાં આવે છે. આખું વર્ષ ભાવિકો આ યાત્રાના આવવાની આતુરતાથી રાહ જુએ છે. રથયાત્રાની તૈયારીઓ બે મહિના પહેલા જ શરૂ કરી દેવામાં આવે છે.

આજે આપણે જાણીશું એક રાજ્યની રાજધાનીમાં 500 વર્ષથી થતી રથયાત્રા અંગે આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે એવુ કહેવાય છે કે અહીં રથયાત્રામાં કોઈને કોઈ ચમત્કાર જરૂરથી થાય છે. રથયાત્રા દરમિયાન ભક્તોનું ઘોડાપુર ઉમટે છે ભક્તોને મહાપ્રસાદ આપવામાં આવે છે. એવી માન્યતા છે કે જે પણ આ પ્રસાદને આરોગે છે તેને ક્યારેય કોઈ રોગ થતા નથી.

આ શહેરમાં 500 વર્ષથી નીકળે છે ભગવાનની રથયાત્રા

પ્રસિદ્ધ રથયાત્રા પુરીથી જ નહી છત્તીસગઢની રાજધાની રાયપુરની જુની વસ્તી ટુરી હટરીમાં બનેલ એક ઐતિહાસિક પ્રાચીન જગન્નાથ મંદિરથી નીકળે છે. અહીં નીકળતી રથયાત્રાને ખેંચવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. રથયાત્રા દરમિયાન રથ સુધી પહોંચવાનો મોકો ન મળે તો રથ સાથે જોડેલા દોરડાઓને સ્પર્શીને ધન્યતા અનુભવે છે.

ઓરિસ્સાથી આવે છે કારીગર

શ્રદ્ધાળુઓનું માનવુ છે કે ભગવાનના રથને ખેંચવાથી જીવનના તમામ કષ્ટો દૂર થાય છે. પાપ નાશ પામે છે. પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. રથયાત્રા માટે અંહી મંદિરને ખુબજ સુંદર રીતે સજાવવામાં આવે છે. રંગરોગાન કરવામાં આવે છે. ભગવાનના નગર ભ્રમણની ભરપુર તૈયારી કરવામાં આવે છે. ભગવાનના ત્રણેય રથોને બનાવવા ઓરિસ્સાથી કારીગરો આવે છે. અને ભગવાનના રથને તૈયાર કરવામાં આવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન