ગોળના ટૂચકાઓથી દૂર થઈ જાય છે ઘરની તમામ મુશ્કેલી - Sandesh
  • Home
  • Astrology
  • ગોળના ટૂચકાઓથી દૂર થઈ જાય છે ઘરની તમામ મુશ્કેલી

ગોળના ટૂચકાઓથી દૂર થઈ જાય છે ઘરની તમામ મુશ્કેલી

 | 12:15 pm IST

જ્યોતિષશાસ્ત્રમાં ખરાબ ગ્રહના દુષ્પ્રભાવને કારણે જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવાના અનેક ઉપાય આપવામાં આવ્યા છે. જો કે આવા ઉપાયોનો વૈજ્ઞાનિક આધાર હોતો નથી. પણ અનુભવની રીતે જોઈએ તો આ સો ટકા સફળ નિવડે છે. હિંદૂ ધર્મ વિધિમાં ગોળને વિશેષ મહત્વ આપવામાં આવે છે. પૂજનકાર્યોમાં ગોળ હોય છે. ખાસ કરીને ગણપતિને નૈવેદ્યમાં તેને ચડાવાય છે. આજે તમને જણાવીશું ગોળના આ ટૂચકાઓ જે તમારા જીવનની મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરશે. જાણો કેવી રીતે અજમાવવા આવા ટૂચકા.

કહેવાય છે કે ગાયમાં તમામ દેવતાઓ વાસ કરે છે. તેથી ગાયને રોટલીમાં ગોળ સાથે મૂકીને ખવડાવવાથી અનેક મુસીબતોને દૂર કરવામાં મદદ મળે છે. તમારા કે તમારા પરિવારમાં કે સંતાનોના લગ્ન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવે છે તો રોજગાર અને વેપાર લક્ષી પ્રશ્નો પણ ઉકેલાય છે ધરમાં શ્રી એટલે કે લક્ષ્મી આવવા લાગે છે.

જો કોઈ ગ્રહનું નડતર હોય અને વિધિવિધાન કરાવવા અસમર્થ હોય તો ગ્રહનડતરને દૂર કરવા માટે ભગવાન ગણેશને સિંદૂર, દૂર્વાની માળા અર્પિત કરો અને સાથમાં જ ગોળના લાડૂનો ભોગ લગાવવાનું ન ભૂલો.

ગણેશજી ઉપરાંત હનુમાનજી પણ એવા દેવતા છે કે જે ગોળ ધરાવતા જ પ્રસન્ન થાય છે. અને કરજમાંથી મુક્તિ આપે છે.

જો શુક્ર ગ્રહ દૂષીત હોય, રાતના સમયે બેઠેલી ગાયને ગોળ આપવાથી શુક્રનો દૂષ્પ્રભાવ દૂર થઈ જાય છે.

જો કોઈ ક્ષેત્રમાં સફળતા ન મળતી હોય તો રવિવારે બળદ અથવા આખલાને ગોળ અને ઘઉં (અચકચરા બાફીને એટલે કે ઘૂઘરી બનાવીને) ખવડાવવાથી કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મળે છે.