Jagmeet Singh of Indian origin created history in Canada's parliament
  • Home
  • Featured
  • ભારતીય મુળના જગમીત સિંહે કેનેડાની સંસદમાં રચ્યો ઈતિહાસ

ભારતીય મુળના જગમીત સિંહે કેનેડાની સંસદમાં રચ્યો ઈતિહાસ

 | 7:43 pm IST

ઓટાવા,(કેનેડા) : ભારતીય મુળના શિખ નેતા જગમીત સિંહે કેનેડાનાં રાજકારણમાં ઈતિહાસ રચી દિધો છે. દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટીના પહેલા અશ્વેત નેતાએ “હાઉસ ઓફ કોમન્સ”(કેનેડાની સંસદ)ની ચર્ચામાં ભાગ લીધો. સોમવારે પાઘડીમાં જગમીતસિંહ સદનમાં દાખલ થયા. સદસ્યોએ તેમનું સ્વાગત કર્યું.  

એજ દિવસે પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના મંત્રીમંડળમાં એક વરિષ્ઠ મહિલા સદસ્યને સામેલ કરવામાં આવ્યા. ન્યુ ડેમોક્રેટીક પાર્ટીના નેતા જગમીત સિંહ પોતાના હ્રદય પર હાથ રાખીને સંસદમાં આવ્યા. આજ વર્ષે 25 ફેબ્રુઆરીએ 40 વર્ષિય નેતા જગમીત પેટાચૂંટણીમાં વિજય જાહેર થયા હતાં. જનપ્રતિનિધી ના સ્વરૂપમાં જગમીતે છેલ્લા અઠવાડીયે ન્યુઝીલેન્ડમાં મસ્જીદ પર થયેલા હુમલા પછી નિવેદન આપ્યું હતું.  

બર્નાબી સાઉથ સીટ થી ચૂંટાયા

ઉલ્લેખનીય છે કે, 40 વર્ષિય જગમીત સિંહ બ્રિટીશ કોલંબિયા પ્રાંતના બર્નાબી સાઉથ સીટથી ચૂંટાયા છે. તેઓ કેનેડાના ત્રીજા સૌથી મોટા રાજકારણી દળ ન્યૂ ડેમોક્રેટીક પાર્ટી (N.D.P.)ના પ્રમુખ છે. તેઓએ સત્તારૂઢ લિબરલ પાર્ટી ના ટોરી શીનને હરાવીને સંસદમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન