શ્રીદેવી વગર બોની કપૂરે આ રીતે ઉજવ્યો જ્હાન્વીનો 21મો જન્મદિવસ - Sandesh
  • Home
  • Photo Gallery
  • શ્રીદેવી વગર બોની કપૂરે આ રીતે ઉજવ્યો જ્હાન્વીનો 21મો જન્મદિવસ

શ્રીદેવી વગર બોની કપૂરે આ રીતે ઉજવ્યો જ્હાન્વીનો 21મો જન્મદિવસ

 | 11:33 am IST

6 માર્ચનાં રોજ બોલિવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂર 21 વર્ષની થઇ ગઇ છે. થોડાક દિવસો પહેલા શ્રીદેવીનાં આકસ્મિક નિધનને કારણે જ્હાન્વીને ઘણો આઘાત પહોંચ્યો હતો. જ્હાન્વીનો બર્થડે તેના ઘરનાં સભ્યો અને કઝિન્સે સેલિબ્રેટ કર્યો હતો. તેઓ નહોતા ઇચ્છતા કે જ્હાન્વી ઉદાસ રહે. બર્થડેનાં દિવસે જ્હાન્વીએ પોતાની માતાને ઘણા યાદ કર્યા હતા. માં વગર જ્હાન્વીનો બર્થડે અલગ રીતે મનાવવામાં આવ્યો હતો. સૌ પ્રથમ જ્હાન્વીએ વૃદ્ધાશ્રમ જઇને વૃદ્ધોનાં આશિર્વાદ લીધા હતા. ત્યારબાદ કઝિન્સ અને પરિવારની સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી.

એક ફ્રેમમાં કપૂર ખાનદાનની બધી જ દીકરીઓ જોવા મળી રહી છે. આ સેલિબ્રેશનની તસવીરો સોનમ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. તસ્વીરમાં જ્હાન્વી કપૂરની સાવકી બહેન અંશુલા કપૂર પણ દેખાઇ રહી છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે અંશુલા જ્હાન્વીનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે અમૃતસરથી મુંબઇ આવી હતી.

જ્હાન્વીનાં 21માં જન્મદિવસ પર તેને શ્રીદેવીની ગેરહાજરી ઉદાસ ના કરે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું. જ્હાનવીએ પોતાનો બર્થડે સાદાઇથી ઉજવ્યો હતો. તસવીરોમાં માંના ના હોવાની ઉદાસી જ્હાન્વીના ચહેરા પર સાફ દેખાઇ રહી છે. આ સેલિબ્રેશનમાં અર્જુન કપૂર નજર આવ્યો નહોતો, પરંતુ તેની બહેન અંશુલા કપૂર હાજર રહી હતી.