જાણો કોણ છે જ્હાન્વીની આ નવી મમ્મી, જે શ્રીદેવીની જેમ રાખી રહી છે તેની સંભાળ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • જાણો કોણ છે જ્હાન્વીની આ નવી મમ્મી, જે શ્રીદેવીની જેમ રાખી રહી છે તેની સંભાળ

જાણો કોણ છે જ્હાન્વીની આ નવી મમ્મી, જે શ્રીદેવીની જેમ રાખી રહી છે તેની સંભાળ

 | 3:13 pm IST

શ્રીદેવીનાં નિધન બાદ તેમની દીકરી જ્હાન્વી કપૂર ભાવનાત્મક રીતે ઘણી જ ઉદાસ થઇ ગઇ છે. માંને ગુમાવ્યાને કારણે જ્હાન્વી ઘણી જ દુ:ખી છે. પપ્પા બોની કપૂર પોતાની બંને દીકરીઓની સંભાળ રાખવાનાં સંપૂર્ણ પ્રયત્નો કરી રહ્યા છે. આ મામલે જ્હાન્વી કપૂરની ઑન સ્ક્રીન મમ્મી ટીવી અભિનેત્રી શાલિની કપૂર પણ પાછળ નથી. શાલિની કપૂર આગામી ફિલ્મ ‘ધડક’માં જ્હાન્વી કપૂરની માતાનો રોલ કરી રહી છે. આપને જણાવી દઇએ કે શાલિની ફક્ત ફિલ્મમાં જ જ્હાન્વીની માતાની ભૂમિકા નથી નિભાવી રહી, પરંતુ વાસ્તવિક જિંદગીમાં પણ શ્રીદેવીની જેમ માતા બનીને જ્હાન્વીની સંભાળ રાખવાનો પ્રયાસ કરી રહી છે.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે શાલિનીને જ્હાન્વીની એકલતાની ખુબ જ ચિંતા થઇ રહી છે. જ્હાન્વીની ઑન સ્ક્રીન માતા શાલિની અને જ્હાન્વી વચ્ચે માં-દીકરી જેવો રિયલ સંબંધ છે. કહેવામાં આવે છે કે હળવાશની પળોમાં જ્હાન્વી શાલિનીને પોતાની માં સાથેની કેમિસ્ટ્રી વિશે જણાવતી હતી. આ કારણે શાલિનીને જ્હાન્વીથી હમદર્દી છે અને તેણે એક માંની જેમ જ્હાન્વીની ચિંતા કરવાનું શરૂ કરી દીધું છે. અત્યારે સૂત્રોનું માનીયે તો બોની કપૂર અને શાલિની કપૂર સાથે મળીને જ્હાન્વીની દેખભાળ રાખે છે.

જ્હાન્વીને ફિલ્મ ‘ધડક’નાં શૂટિંગ સમયે શ્રીદેવીનાં મોતનાં સમાચાર મળ્યા હતા. પહેલાં તો જ્હાન્વીને આ વાત પર વિશ્વાસ ના થયો, પરંતુ જ્યારે આ વાત પર તેને ભરોસો થયો ત્યારે તે પોતાને સંભાળી નહોતી શકી. આ સમયે ફિલ્મમાં જ્હાન્વીની માતા બનેલી શાલિનીએ તેને સહારો આપ્યો હતો. આપને જણાવી દઇએ કે જ્હાન્વીને સૌથી પહેલા તેના માતાનાં અવસાન વિશે કરણ જોહરે સમાચાર આપ્યા હતા, ત્યારબાદ તેના કાકા અનિલ કપૂર જ્હાન્વીને પોતાનાં ઘરે લઇ ગયા હતા.