jahnvi kapoor looks fabulous in pink colour Bollywood
  • Home
  • Featured
  • Photos: જ્હાન્વી કપૂર લાગી રહી છે ‘પિન્ક ક્વીન’, ખુબસુરતીથી કર્યા સૌને મંત્રમુગ્ધ

Photos: જ્હાન્વી કપૂર લાગી રહી છે ‘પિન્ક ક્વીન’, ખુબસુરતીથી કર્યા સૌને મંત્રમુગ્ધ

 | 9:07 am IST

જ્હાન્વી કપૂરે ભલે બોલિવુડમાં એક જ ફિલ્મ કરી છે પણ પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. વેસ્ટર્ન હોય કે એથનિક, જીમ લુક હોય જ્હાન્વી દરેક સ્ટાઈલમાં પરફેક્ટ લાગી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર જ્હાન્વીની કેટલીયે તસવીરો છે જેમાં તે પિન્ક કલરના કપડાઓમાં નજર આવે છે. ગુલાબી કલર જ્હાન્વી પર ખુબજ જામે છે.

પોતાની સ્ટાઈલ અને લાક્ષણિક અંદાજ સાથે જ્હાન્વી આકર્ષક લાગે છે. શ્રીદેવી અને બોની કપૂરની આ લાડલી પુત્રી હંમેશા તેના આકર્ષક અંદાજના કારણે ચર્ચામા રહી છે. ફંક્શન હોય કે ફિલ્મનું પ્રમોશન જ્હાન્વી એક અલગ જ અંદાજમાં હોય છે.

જ્હાન્વીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે પિન્ક કલર તેનો ફેવરિટ છે. મોટા ભાગે તે પિન્ક કલરના કપડામાં જ હોય છે. એથનિક કપડા હોય તો પણ જ્હાન્વી પિન્ક કલરને જ મહત્વ આપે છે. જ્હાન્વીની પહેલી ફિલ્મ ‘ધડક’ હતી. તેની ફેશન સેન્સની તમામ જગ્યાએ નોંધ લેવામાં આવી રહી છે.

હાલ તે હોરર ફિલ્મ ‘રૂહી આફઝા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે એક્ટર રાજકુમાર રાવ સાથે મુખ્ય ભૂમિકામાં નજર આવશે. ફિલ્મનું પ્રમોશન હોય કે કોઈ પાર્ટી જ્હાન્વી પિન્ક કપડાં પહેરી તેના પ્રશંસકોને મંત્રમુગ્ધ કરી દે છે. આ તસવીરોને જોઈને તમે પણ કહેશો કે ખરેખર જ્હાન્વી પિન્ક ક્વીન છે. તેમાં કોઈ બેમત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન