'Jai Bhim' actor Surya gets extra security
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • વિવાદને પગલે ‘જય ભીમ’ના અભિનેતા સૂર્યાની સુરક્ષા વધારાઈ

વિવાદને પગલે ‘જય ભીમ’ના અભિનેતા સૂર્યાની સુરક્ષા વધારાઈ

 | 4:55 am IST
  • Share

  • વનિયર સમુદાયનું કહેવું છે કે આ ફિલ્મમાં તેમની છબિ ખરાબ કરવામાં આવી છે

  • સૂર્યાને ફિલ્મમાંથી અમુક સીન હટાવી દેવા માટે કાયદેસરની નોટિસ આપવામાં આવી હતી

  • સૂર્યાના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે

     

સાઉથ સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ જય ભીમે ઓટીટી પર એક માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. પણ ફિલ્મને લઈને થયેલા વિવાદો દરરોજ નવો વળાંક લઈ રહ્યાં છે. વનિયર સમુદાયનું કહેવું છે કે આ ફિલ્મમાં તેમની છબિ ખરાબ કરવામાં આવી છે.

એક રિપોર્ટ મુજબ પટ્ટલી મક્કલ કાચી પાર્ટીના મયીલાડૂતુરૈ જિલ્લાના સેક્રેટરી પન્નીરસેલ્વમે જાહેરાત કરી હતી કે અભિનેતા સૂર્યા પોતાના જિલ્લામાં આવે ત્યારે તેના પર હુમલો કરનારને તેઓ એક લાખ રૂપિયાનું ઈનામ આપશે. આ મામલે વિદુતલાઈ ચિરુતૈગલ કાચી પક્ષના ચીફ તોલ તિરુમાવલવને જણાવ્યું હતું કે આ પક્ષ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ તૂત ઊભું કરી રહ્યો છે. તેમણે સૂર્યાની તરફેણ કરી અને તેને ધમકી આપનારાં તત્ત્વોને દેશવિરોધી ગણાવી દીધાં.

અગાઉ સૂર્યાને ફિલ્મમાંથી અમુક સીન હટાવી દેવા માટે કાયદેસરની નોટિસ આપવામાં આવી હતી. સાથે જ કેટલાક ચોક્કસ લોકોએ તેને માફી માગવા કહ્યું હતું. એ પછી સૂર્યાના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને બે પોલીસ કોન્સ્ટેબલો સતત તેને સુરક્ષા પૂરી પાડી રહ્યાં છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો