Jai Shree Ram VS Jai Hind: People will Lost 3.5 Crore in this Fight
  • Home
  • Featured
  • જય શ્રીરામ V/S જય હિંદઃ પશ્ચિમ બંગાળના ઝઘડામાં લોકોને ૩.૫ કરોડનો ચૂનો લાગશે!

જય શ્રીરામ V/S જય હિંદઃ પશ્ચિમ બંગાળના ઝઘડામાં લોકોને ૩.૫ કરોડનો ચૂનો લાગશે!

 | 7:00 am IST

। નવી દિલ્હી ।

ભાજપ કાર્યકર્તાઓએ દેશભરમાં પશ્ચિમ બંગાળની મુખ્ય પ્રધાન મમતા બેનરજી વિરુદ્ધ જય શ્રીરામની ઝુંબેશ ચલાવી રહી છે. ભાજપ ૧૦ લાખ પોસ્ટકાર્ડ પર જય શ્રી રામ લખીને મમતા બેનરજીને તેમના સત્તાવાર નિવાસે મોકલશે. બીજી તરફ મમતા તરફથી પલટવાર કરતાં વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના સત્તાવાર નિવાસે ૨૦ લાખ પોસ્ટકાર્ડ મોકલવાની કવાયત ચાલી રહી છે. ટીએમસી પોતાના પોસ્ટકાર્ડ પર જયશ્રી રામનો બદલો જય બાંગલા અને જય હિંદ લખીને લઇ રહી છે.

આ પોસ્ટકાર્ડ યુધ્ધમાં પ્રજાના ૩,૪૯,૫૦,૦૦૦ રૂપિયાનો ચૂનો લાગી જવાનું અનુમાન છે. સરકારી આંકડા મુજબ એક પોસ્ટકાર્ડ બનાવવા માટે લગભગ ૧૨.૧૫ રૂપિયાનો ખર્ચ આવે છે, જ્યારે તે ફક્ત ૫૦ પૈસે વેચાય છે. મતલબ કે એક પોસ્ટકાર્ડ પાછળ ૧૧.૬૫ રૂપિયાનું નુકસાન થાય છે. આ આંકડો ૨૦૧૬-૧૭ પર આધારિત છે. ૨૦૧૯-૨૦ના વર્ષમાં એ આંકડો મોટો હોઇ શકે છે. મતલબ કે કુલ ૩૦ લાખ પોસ્ટ કાર્ડ પર સરકારી તિજોરીને લગભગ ૩.૫ કરોડનો બોજો લાગશે. જ્યારે પોતાના રાજકીય ફાયદા માટેના આ યુદ્ધમાં સામાન્ય પ્રજાને કોઇ જ ફાયદો નથી !

આવક યથાવત્ અને પોસ્ટકાર્ડનો ઉત્પાદન ખર્ચ વધતો રહ્યો

સરકારી આંકડા મુજબ ૨૦૧૦-૧૧માં એક પોસ્ટકાર્ડનો ઉત્પાદન ખર્ચ ૭.૪૯ રૂપિયા આવતો હતો, જ્યારે આવક ૫૦ પૈસા થતી હતી. ઉત્પાદન ખર્ચ ૨૦૧૬-૧૭માં વધીને ૧૨.૧૫ રૂપિયા થઇ ગઇ છે, જ્યારે આવક તો ૫૦ પૈસા જ રહી છે. ૨૦૦૩-૦૪માં એક પોસ્ટકાર્ડનો ખર્ચ ૬.૮૯ રૂપિયા થતો હતો અને આવક ૫૦ પૈસા જ થતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન