આ વર્ષે પણ જેલના કેદીઓ બોર્ડની એક્ઝામ આપશે - Sandesh
  • Home
  • Gandhinagar
  • આ વર્ષે પણ જેલના કેદીઓ બોર્ડની એક્ઝામ આપશે

આ વર્ષે પણ જેલના કેદીઓ બોર્ડની એક્ઝામ આપશે

 | 10:52 am IST

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12 માર્ચથી બોર્ડની એક્ઝામ લેવામાં આવશે. બોર્ડની આ પરીક્ષામાં રાજ્યના 192 કેદી પણ પરીક્ષા આપવાના છે. જેમાં ધો-૧૦ના 155 અને ધોરણ-૧૨ના 37 કેદીનો સમાવેશ થાય છે. બોર્ડ દ્વારા સતત ત્રીજા વર્ષે કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપી શકે તે માટે જેલમાં જ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. રાજ્યની ચાર મુખ્ય જેલમાં આ પરીક્ષાનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેલમાં કેદીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

માર્ચ-૨૦૧૬ની પરીક્ષા વખતે 144 કેદી નોંધાયા હતા. આમ, બોર્ડની પરીક્ષા આપવા માટે કેદીઓની સંખ્યા દર વર્ષે સતત વધી રહી હોવાનું બહાર આવ્યું છે. વર્ષ 2016માં રાજ્યના 144 કેદીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.

માર્ચ-2017 બોર્ડની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી 178 કેદી બોર્ડની પરીક્ષા માટે નોંધાયા હતા. જ્યારે માર્ચ-2017ની પરીક્ષા માટે 178 કેદીઓ નોંધાયા હતા. 2016ની પરીક્ષામાં ધોરણ-10ના 101 કેદીઓમાંથી માત્ર 2 જ કેદી પાસ થવામાં સફળ રહ્યા હતા. જ્યારે ધોરણ-12ના 43 કેદીઓ પૈકી 33 કેદીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમાંથી માત્ર ૩ કેદી પાસ થવામાં સફળ રહ્યા હતા.

2017માં પણ જેલના કેદીઓનું પરિણામ ખૂબ જ નીચું આવ્યું હતું. પરંતુ હવે કેદીઓ પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત થતાં હોઈ આગામી વર્ષોમાં જેલમાંથી પરીક્ષા આપતા કેદીઓની સંખ્યામાં વધારો જોવા મળશે. આ વખતે રાજ્યની ચાર જેલમાંથી 192 જેટલા કેદીઓ પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહેશે. જેલમાંથી પરીક્ષા આપતા કેદીઓની સંખ્યામાં દર વર્ષે વધારો થઈ રહ્યો હોવાનું પણ જાણવા મળે છે.