જ્હાનવી કપૂર સાથે બન્યું કંઇક આવું - Sandesh

જ્હાનવી કપૂર સાથે બન્યું કંઇક આવું

 | 12:44 am IST

શ્રીદેવીની મોટી દિકરી જ્હાનવી આજકાલ ચર્ચામા છે. તે હાલમા કરણ જોહરની ફિલ્મ દાડકનું શૂટીંગ ઇશાન ખટ્ટર સાથે કરી રહી છે. જો કે ચર્ચાનો વિષય તેની સાથે બીજો પણ છે. હાલમાં જ્હાનવી તેના ડ્રેસના કારણે ચર્ચામાં આવી હતી. લેકમે ફેશન વીક દરમિયાન માતા શ્રી સાથે પહોંચેલી જ્હાનવી ઘણી જ અસહજ લાગતી હતી, અને આની પાછળ તેનો બ્રોડ નેક ડ્રેસ જવાબદાર હતો. જ્હાનવીએ આ ઇવેંન્ટમાં પેપલમ ટોપ અને પેન્ટ પહેર્યાં હતાં. જો કે તેનું પેપલમ ટોપ ખૂબ જ બ્રોડ નેકવાળુ હતુ, તેથી તે કારમાંથી ઉતરી કે તરત જ તેને પોતાના આ ડ્રેસને કારણે અસહજતા અનુભવાતી હતી, તે વારંવાર પોતાના ગળા ઉપર હાથ ફેરવતી હતી, એકવાર તેણે ચકાસણી કરી કે ડ્રેસ ખરાબ નથી લાગી રહ્યો તે માત્ર તેના મનનો વહેમ હતો, ત્યારબાદ જ્હાનવી ફરી સહજ બનીને સ્માઇલ કરવા લાગી હતી. અને તેણે ફોટોગ્રાફરને પોઝ આપ્યા હતાં.