jaishankar now cabinet minister but once ignored in upa 2
  • Home
  • Election 2019
  • મનમોહન ન કરી શક્યા એ મોદીએ એમની સામે કરી બતાવ્યું, પૂર્વ PM જોતા રહી ગયા

મનમોહન ન કરી શક્યા એ મોદીએ એમની સામે કરી બતાવ્યું, પૂર્વ PM જોતા રહી ગયા

 | 1:46 pm IST

વાત છે 2013ની. કેન્દ્રમાં UPA-2ની સરકાર હતી અને નવા વિદેશ સચિવ નિમવાની વાત થતી હતી. તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહ જયશંકરને વિદેશ સચિવ બનાવવા માંગતા હતા પરંતુ વરિષ્ઠતા ક્રમ પ્રમાણે સુજાતા સિંહ જયશંકરથી ઉપર હતા એટલા માટે જયશંકરની આશા પૂરી ન થઈ. જો કે એ સમયે એવી પણ વાત થતી હતી કે જયશંકરને વિદેશ સચિવ ન બનવાનાં કારણોમાં સોનિયા ગાંધીનો પણ હાથ હતો. ઉલ્લેખનીય છે કે જ્યારે જયશંકર આ વખતે શપથ લેતા હતા ત્યારે મનમોહન સિંહ પણ હાજર હતા.

જયશંકરને મોદીએ સીધા વિદેશ મંત્રાલયની કમાન સોંપી છે. મોદી સરકાર 2.0માં કેબિનેટમાં કેટલાક હતા એ જ લોકોને ખાતા સોંપાયા છે અને કેટલાક નવા મંત્રીઓને પણ જગ્યા મળી છે. જો કે મોદીનો આ ફેંસલો દરેક માટે ચોંકાવનારો ખુલાસો છે. પીએમ મોદીએ પોતાના પહેલા કાર્યકાળમાં જયશંકરને વિદેશ સચિવ બનાવ્યાં હતા.

શા માટે છે જયશંકર આટલા ચર્ચિત

જયશંકરનાં પરિવારમાં પત્ની ક્યોકો અને ત્રણ બાળકો છે. હાલમાં જયશંકર ટાટા સમુહનાં વૈશ્વિક કોર્પોરેટ વિષયનાં પ્રમુખ છે. જયશંકર અનો મોદીની ઓળખાણ તો મોદી પીએમ બન્યાં એ પહેલાની છે. 2012 જ્યારે મોદી ગુજરાતમાં સીએમનાં રૂપમાં ચીન ગયા હતા ત્યારે તેની મુલાકાત થઈ હતી. જયશંકર જાણીતા ઈતિહાસકાર સંજય સુબ્રહ્મણ્યમ અને ભારતના પુર્વ ગ્રામિણ વિકાસ સચિવ એસ વિજય કુમારનાં ભાઈ છે.

 1977ની બેન્ચનાં વિદેશ સેવાના અધિકારી સુબ્રમણ્યમ જયશંકર મોદી સરકારનાં પહેલા કાર્યકાલમાં વર્ષ 2015થી 2018 સુધી વિદેશ મંત્રાલયના સચિવ રહી ચૂક્યાં છે. જયશંકરની વિદેશ મામલોમાં સારી એવી ફાવટ માનવામાં આવે છે. કારણ કે અમેરિકા, ચીન અને ચેક ગણરાજ્યમાં ભારતનાં એમ્બેસેંડર તરીકે પણ રહી ચૂક્યાં છે. ચીનની વાત હોય તો એમાં જયશંકરનો કોઈ તોડ નથી. મોદી સરકારમાં મહત્વનાં હોદા પર રહી ચૂકેલા જયશંકરને પીએમ મોદીના વિદેશ પ્રવાસોની સફળતા માટે પણ શ્રેય આપવામાં આવે છે. કુટનિતિનાં મામલે એની સારી ફાવટ માવનામાં આવે છે.
ચીન સાથે 73 દિવસ ચાલેલા ડોકમાલ વિવાદ ઉકેલવા માટે પણ જયશંકરનો મહત્વો રોલ જણાવવામાં આવી રહ્યો છે. આ પહેલા 2010માં ચીન દ્વારા જમ્મુ કાશ્મીરનાં માણસોને સ્ટેપલ વિઝા આપવામા આવતા હતા. આ પોલિસીને બદલવા માટે પણ આ માણસે મહત્વનું કામ કર્યું છે. તેમજ ભારત અને અમેરિકા વચ્ચે થયેલ પરમાણુ કરારમાં પણ જયશંકરે ખડે પગે યોગદાન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન