Jaishankar says important to respect UN resolutions on Cyprus
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોગને કાશ્મીર રાગ આલાપ્યાના 24 કલાકની અંદર જ ભારતનો વળતો પ્રહાર

તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોગને કાશ્મીર રાગ આલાપ્યાના 24 કલાકની અંદર જ ભારતનો વળતો પ્રહાર

 | 1:23 pm IST
  • Share

સંયુકત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમ્યાન તુર્કીએ ભારતને કાશ્મીર મુદ્દે ઘેરવાની કોશિશ કરી તો ભારતે પણ આ દેશને જડબાતોડ જવાબ આપ્યો છે. વાત એમ છે કે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ અર્દોગને મંગળવારના રોજ સંયુકત રાષ્ટ્ર મહાસાભના 76મા સત્રમાં પોતાના ભાષણ દરમ્યાન કાશ્મીરના મુદ્દાને ઉઠાવ્યો હતો. ત્યારબાદ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ સાઇપ્રસના મુદ્દાને છંછેડી દીધો.

ઉલ્લેખનીય છે કે તુર્કીએ કેટલાંય વર્ષો પહેલાં સાઇપ્રસના એક મોટા હિસ્સા પર ગેરકાયદે કબ્જો જમાવી લીધો હતો. આ મુદ્દા પર યુએનના પ્રસ્તાવને પણ તુર્કી નજરઅંદાજ કરતું રહ્યું છે.

અર્દોગનેએ સંયુકત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે અમે એ વાત પર હજુ પણ કાયમ છીએ કે કાશ્મીરમાં 74 વર્ષથી ચાલી રહેલી સમસ્યાને બંને દેશોના સંવાદ દ્વારા ઉકેલવી જોઇએ અને તેને યુએનના પ્રાસંગિક પ્રસ્તાવો દ્વારા ઉકેલવાની કોશિશ થવી જોઇએ. અર્દોગનેએ 2019ની સાલમાં પણ પોતાના સંબોધનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

અર્દોગનના નિવેદન બાદ સાઇપ્રસના વિદેશ મંત્રીને મળ્યા જયશંકર
તો અર્દોગનના નિવેદન બાદ એસ.જયશંકરે સાઇપ્રસના વિદેશ મંત્રી નિકોસ ક્રિસ્ટોડોલાઇડ્સની સાથે દ્વિપક્ષીય બેઠક કરી. આ દરમ્યાન તેમણે સાઇપ્રસના સંબંધમાં યુએનના પ્રાસંગિક પ્રસ્તાવોનું પાલન કરવાની જરૂરિયાત પર જોર આપ્યું. જયશંકરે પોતાની મુલાકાતને લઇ ટ્વીટ કરતાં કહ્યું કે અમે આર્થિક સંબંધોને આગળ વધારવા પર કામ કરી રહ્યા છે અને તમામે સાઇપ્રસના સંબંધમાં સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રાસંગિક પ્રસ્તાવોનું પાલન કરવું જોઇએ.

શું છે સાઇપ્રસ વિવાદ
તુર્કીના દક્ષિણમાં અને ઇઝરાયલના ઉત્તર પશ્ચિમમાં આવેલ સાઇપ્રસ એક દ્વીપ દેશ છે. આ દેશમાં તુર્ક અને ગ્રીક રહે છે. બંને સમુદાયોની વચ્ચે લાંબા સમયથી વિવાદ છે. 1974ની સાલમાં ગ્રીક લડાકુઓની તરફથી તખ્તાપલટની કોશિશ કરાઇ હતી ત્યારબાદ તુર્કીની સેનાએ સાઇપ્રસ પર હુમલો કરી દીધો હતો અને સાઇપ્રસના પ્રખ્યાત શહેર વરોશાને કબ્જામાં લઇ લીધું હતું. આ શહેર પર્યટકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય હતું અને તેની મલ્ટીકલ્ચરલ જગ્યા પર ઘણા લોકો આવતા હતા પરંતુ આ જગ્યા છેલ્લાં કેટલાંય દાયકાથી વેરાન પડી છે. તુર્કીએ પોતાની સેનાના 35 હજાર સૈનિકોના આ વિસ્તારમાં તૈનાત કર્યા છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેચેર તૈયપ અર્દોગનનું કહેવું છે કે સાઇપ્રસ વિવાદનો ત્યાં સુધી ઉકેલ નહીં આવી શકે જ્યાં સુધી એ સ્વીકારવામાં ના આવે કે ત્યાં બે સમુદાય છે અને બે સરકારો (દેશ) છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો