FRDIના વિવાદિત પ્રસ્તાવના બદલાવ પર કરવામાં આવશે વિચાર : જેટલી - Sandesh
  • Home
  • Business
  • FRDIના વિવાદિત પ્રસ્તાવના બદલાવ પર કરવામાં આવશે વિચાર : જેટલી

FRDIના વિવાદિત પ્રસ્તાવના બદલાવ પર કરવામાં આવશે વિચાર : જેટલી

 | 12:59 pm IST

બેન્કોની નાદાર થવાની સ્થિતિમાં મદદરૂપ થાય તે માટે લાવવામાં આવેલા ફાયનાન્સિઅલ રેજોલ્યૂશન એન્ડ ડિપોજિટ ઇન્શ્યોરન્સ બિલ 2017ને લઇને સરકારે વધુ એક પ્રતિક્રિયા આપી છે. નાણાં મંત્રી અરુણ જેટલીએ સંકેત આપ્યા છે કે તેઓ આ બિલના થોડાક વિવાદિત પ્રસ્તાવોમાં બદલાવ કરી શકે છે.એફઆરડીઆઇ બિલનો ડ્રાફ્ટ તૈયાર છે. જેને સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે.જો આ બિલ પસાર થશે તો બેંકિંગ વ્યવ્સ્થાની સાથે સાથે તમારા ઘણી વસ્તુઓ બદલાઇ શકે છે. જોકે નાણાંમંત્રી અરુણ જેટલી કહ્યું છે કે આ બિલમાં બેન્કો અને ડિપોઝિટર્સના હિતની રક્ષા માટે પગલાં લેવામાં આવશે. તેમણે બિલના બેલ-ઇન જેવા પ્રસ્તાવ પર થઇ રહેલા વિવાદને લઇને ટ્વીટ કરીને કહ્યુ કે બિલ હાલ સ્થાયી સમિતિની પાસે છે. સરકારના ઉદ્દેશ સામાન્ય વ્યક્તિ અને બેન્કના હિતનું રક્ષણ કરવાનું છે. સરકાર તેમના આ ઉદ્દેશને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે બિલને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે. ઘણી બેન્કિંગ એસોસિએશન સહિતના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. આ બિલમાં બદલાવની માંગ કરવામાં આવી રહી છે. આ લોકોની સૌથી મોટી ફરિયાદ ‘બેલ-ઇન’ ક્લોઝથી છે. બેલઇન આ બેન્કોને અધિકાર આપશે કે તે ડિપોઝિટર્સના પૈસા તેની ખરાબ સ્થિતિને સુધારવા માટે ઉપયોગ કરી શકે છે.તેમનું કહેવુ છે કે તેનાથી ડિપોઝિટર્સના પૈસા બેન્કમાં જમા છે, તેની સુરક્ષાનું શુ થશે. આ બિલ ઠરાવ કોર્પોરેશનને અધિકાર આપે છે કે તે ડિપોઝિટર્સની મૂડીને લઇને કોઇ નિર્ણય લઇ શકે.

રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇનના કો-પ્રોજેક્ટ ડાયરેક્ટર મમતા પઠાનિયાએ કહ્યુ છે કે આ બિલના અનેક પ્રસ્તાવને લઇને સામાન્ય લોકોના મનમાં અનેક સવાલ છે. આખરે બેન્કમાં પૈસા રાખવા સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.એફઆરડીઆઇ બિલને લઇને થઇ રહેલા વિવાદ પર અરુણ જેટલીએ આ પહેલા કહ્યું હતુ કે બિલમાં હાલ પણ સુધારો થઇ શકે છે અને તેમને બેલ-ઇન પ્રસ્તાવમાં સામાન્ય હિતના હિસાબથી બદલાવ કરવાની સલાહ પણ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન