Jaitley's life inspires us to work harder for nation: PM Narendra Modi
  • Home
  • Featured
  • જેટલીને શ્રદ્ધાંજલિ આપતા જ ભાવુક થયા PM મોદી, કહ્યું- આ વાતનો રહી ગયો અફસોસ

જેટલીને શ્રદ્ધાંજલિ આપતા જ ભાવુક થયા PM મોદી, કહ્યું- આ વાતનો રહી ગયો અફસોસ

 | 8:15 pm IST

પૂર્ણ નાણાંમંત્રી અરૂણ જેટલીની યાદમાં ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. દિલ્હીના જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં આયોજીત શ્રદ્ધાંજલિ સભામાં વડાપ્રધાન નરેન્દ્દ્ર મોદી, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક મોટ અનેતાઓ શામેલ થયા હતાં. સભામાં ભાજપ ઉપરાંત ટીએમસીના નેતા દિનેશ ત્રિવેદી, શરદ પવાર, અભિષેક મનિ સિંઘવી અને સતીશ મિશ્ર તથા અન્ય રાજનેતાઓ હાજર રહ્યાં હતાં. વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, જેટલીજી વનલાઈન તરીકે જાણીતા હતાં. તેઓ પોતાની વાત વનલાઈનર દ્વારા જ કહી દેતા હતાં, જેનો ખુબ જ મોટો પ્રભાવ પડતો હતો. આજે હું મારાથી પણ નાની ઉંમરના માત્રા મિત્રને શ્રદ્ધંજલિ આપવી પડી રહી છે. તેમનું અમને છોડીને જવું ખુબ જ મોટું નુંકશાન છે. જેટલીની ખોટ મને હંમેશા સાલશે.

વડાપ્રધાને કહ્યું હતું કે, અરૂણ જેટલી પાર્ટીની વ્યવસ્થાની બહાર નથી રહ્યાં. મોટા ભાગે અમારે કાર્યક્રમમાંથી બહાર રહેવું પડતું હતું. તેઓ ઈચ્છતા તો કાર્યાલયની બહાર પણ રહી શકતા હતા, પણ તેઓ ક્યારેય આમ નહોતા કરતા. અમે જ્યારે પણ બહાર જતા ત્યારે અમારી સાથે એક જ રૂમમાં રહેતા.

પીએમ મોદીએ કહ્યું હતું કે, જેટલી યોગ્ય શબ્દોનો યોગ્ય સમયે જ ઉપયોગ કરતા હતાં. તેમનામાંથી આ કળા સીખીને આપણે ઘણું બધુ કરી શકીએ છીએ. દેશહિતમાં તેમણે નવા વિચાર, નવી ઉર્જાની મિશાલ પુરી પાડી. આપણે તેમનામાંથી પ્રેરણા લેવી જોઈએ. અમે બંને વર્ષોથી સારા મિત્ર હતાં, પરંતુ હું તેમને અંતિમ વિદાય ના આપી શક્યો જેનું મને હંમેશા દુખ રહેશે. આમ કહેતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા હતાં.

ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલીનું લાંબી બિમારી બાદ 23 ઓગષ્ટે એમ્સમાં 66 વર્ષની ઉંમરે નિધન થયું હતું.

આ વીડિયો પણ જુઓ : નર્મદાનો કરજણ ડેમ હાઈએલર્ટ પર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન