આ દોડવીર રેસિંગ દરમિયાન ટ્રેક પર પડતાં જ કોમામાં સરી પડયો - Sandesh
  • Home
  • Sports
  • Other Sports
  • આ દોડવીર રેસિંગ દરમિયાન ટ્રેક પર પડતાં જ કોમામાં સરી પડયો

આ દોડવીર રેસિંગ દરમિયાન ટ્રેક પર પડતાં જ કોમામાં સરી પડયો

 | 9:40 pm IST

મિલરોસ ગેમ્સ દરમિયાન જમૈકાના ઓલિમ્પિક રનર કેમોય કેમ્પબેલ 3000 મીટર દોડ દરમિયાન ટ્રેક પર પટકાતાં કોમામાં સરી પડયો છે. કેમોય 3000 મીટર રેસમાં ભાગ લેવા આવ્યો હતો પરંતુ તે 1000 મીટર રેસ પૂર્ણ કરી ત્યારે અચાનક ટ્રેક પર પડી ગયો હતો. કેમોયની સાથે થયેલી દુર્ઘટના બાદ સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકો અવાક્ બની ગયા હતા.

ગેમ્સ મેનેજમેન્ટ દ્વારા જણાવાયું કે, કેમોય સાથે દુર્ઘટના બનતાં જ તેને મેડિકલની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી. તે પછી તેને કોલંબિયા યુનિર્વિસટી મેડિકલ સેન્ટરમાં લવાયા હતા. અત્યારે તે આઈસીયુમાં છે. તેની હાલત હજુ ગંભીર છે. ડોક્ટરોએ કહ્યું કે, તેની સ્થિતિ અંગે 48 કલાક બાદ ખબર પડશે. અત્યારે તે કોમામાં છે.

કેમોયના નામે પાંચ હજાર મીટર રેસમાં 13.2 મિનિટના સમય સાથે જમૈકાનો નેશનલ રેકોર્ડ નોંધાયેલો છે. કેમોય રિયો ઓલિમ્પિકની પાંચ હજાર મીટર રેસમાં ક્વોલિફાય કરવાનું ચૂકી ગયો હતો પરંતુ તે પછી લંડનમાં તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 10મું સ્થાન મેળવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન