Jamanagar In Heavy Rains Cause Heavy Rains, Rural Areas Turned Into Bats
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાજ્યભરમાં ધોધમાર વરસાદ: આલિયા ગામ બેટમાં ફેરવાયું, શપથવિધિ પહેલાં જ ભુપેન્દ્ર પટેલ એક્શનમાં

રાજ્યભરમાં ધોધમાર વરસાદ: આલિયા ગામ બેટમાં ફેરવાયું, શપથવિધિ પહેલાં જ ભુપેન્દ્ર પટેલ એક્શનમાં

 | 11:14 am IST
  • Share

સમગ્ર સૌરાષ્ટ્ર અને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભાદરવામાં ચોમાસાએ જમાવટ કરી છે. રવિવારે પણ મેઘરાજા મહેરબાન રહ્યાં હતા. ખંભાળિયામાં પાંચ ઈંચ અને જામનગરમાં 4.5, કપરાડામાં 3.5, રાજકોટમાં અઢી ઈંચ સુધીનો વરસાદ ખાબકતા ખેડૂતો આનંદમાં આવી ગયા છે. પરંતુ બીજી બાજુ ગુજરાતની રાજનીતિમાં પણ આજનો દિવસ મહત્વપૂર્ણ છે.

ગુજરાતમાં આજે નવા સીએમની શપથવિધિ કાર્યક્રમ છે. પરંતુ શપથગ્રહણ પહેલાં જ ભુપેન્દ્ર પટેલ એક્શનમાં આવી ગયા છે. ભુપેન્દ્ર પટેલ જામનગરમાં ભારે વરસાદના પગલે મદદની સૂચના આપવામાં આવી છે. જામનગરના 3 ગામના લોકોને તાત્કાલિક સહાયની સૂચના જાહેર કરી છે. ભુપેન્દ્ર પટેલ જિલ્લા કલેક્ટર સાથે તાત્કાલિક વાતચીત કરી છે અને ભારે વરસાદના કારણે ફસાયેલા 35 લોકોને એરલિફ્ટ કરવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે એક દિવસ સુરતમાં ભારે જ્યારે વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે બે સ્ટેટ હાઈવે રાજૂલા-ડુંગર રોડ અને કુતિયાણા-મહિયારી રોડ બંધ થતા રાજૂલા, ડુંગર, કુંભારીયા,દેવડા, અમીપુર ગામનો રસ્તો બંધ થયો છે.

અત્રે નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોડી રાતથી સાંજના ચાર વાગ્યા સુધી ખંભાળીયામાં સાડા પાંચ, ભાણવડ 2, અને કલ્યાણપુરમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. જામનગર શહેરમાં રવિવારે સવારે ધોધમાર 4 ઈંચ વરસાદ પડયો હતો. જોડિયામાં એક, કાલાવડમાં દોઢ, લાલપુર અને જામજોધપુરમાં પોણો-પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં નવા રાજકોટમાં સૌથી વધુ 2 ઈંચ, મધ્ય રાજકોટમાં ૨ અને સામાકાઠે 1 ઈંચ વરસાદ પડયો હતો.

જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ભારે વરસાદના કારણે પાંચ ફૂટથી વધુ પાણી ભરાઇ જતાં બેટમાં ફેરવાઈ ગયા છે. ત્યારે બીજી બાજુ જામનગર તાલુકાના તમામ ડેમ ઓવરફલો થઇ ચુક્યા છે. જામનગરમાં હાલ ઇતિહાસમાં પહેલી વાર પડી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.ભારે વરસાદના કારણે લોકોને જીવ બચાવવા માટે તંત્ર દ્વારા અલગ અલગ ટીમો અને હેલિકોપ્ટરની મદદ તૈયારી કરવામાં આવી રહી છે.

જામનગર કાલાવડ હાઇવે પણ અતિભારે વરસાદના કારણે બંધ થયો છે. વોકરા અને નદી-નાળામાંથી પાણી બહાર નીકળી હાઇવે પર ફરી વળ્યા છે જેના કારણે વિજરખી પાસે કોઝવે પર રોડ પાણી ફરી વળતા જામનગર કાલાવડ હાઈવે બંધ થયો છે. જામનગર શહેરને જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ એક જ દિવસમાં ઓર ફ્લો થતા શહેર લોકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે અને બપોર થતાં જામનગર શહેરને પીવાનું પાણી નું જળ સંકટ ટળ્યું તેથી લોકો પણ ખુશી જોવા મળી રહી છે.

લોકોના જીવ બચાવવા માટે NDRF,SDRF ની ટિમ રવાના થઈ ગઈ છે. રેસ્ક્યુ માટે હેલિકોપ્ટરની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. લોકોને જમવા માટે ફૂડ પેકેટ માટે સત્તા વાળા તૈયારી કરી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો