Jambughoda taluka police station In A strangely poor application was registered
  • Home
  • Featured
  • પંચમહાલના જાંબુઘોડામાં અજીબો ગરીબ ફરિયાદ: ખેતરમાં ‘ભૂતોની ટોળકી’એ મારી નાખવાની ધમકી આપી

પંચમહાલના જાંબુઘોડામાં અજીબો ગરીબ ફરિયાદ: ખેતરમાં ‘ભૂતોની ટોળકી’એ મારી નાખવાની ધમકી આપી

 | 10:11 am IST
  • Share

રાજ્યમાં અવાર નવાર એવી કેટલીય ઘટનાઓ સામે આવતી હોય છે, જેને સાંભળીને કદાચ તમને નવાઈ લાગે છે અથવા તો તમને તે વાત પર વિશ્વાસ કરવો અશક્ય બની જાય છે. ત્યારે જાંબુઘોડા તાલુકા પોલીસ મથકમાં એક અજીબો ગરીબ અરજી નોંધાઈ છે. જેમાં આરોપી તરીકે કોઈ વ્યક્તિ નહીં પરંતુ ભૂત દર્શાવવામાં આવ્યા છે. ખેતરમાં ભૂતોની ટોળકી આવી મારી નાખવાની ધમકી આપી હોવાની વાત સામે આવી છે.

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામના કોઠી ફ્ળિયામાં મંદિર પાસે રહેતા અરજદાર વરસનભાઈ બલુભાઈ બારીયા એ જાંબુઘોડા પોલીસ મથકમાં એક મહિના પૂર્વે લેખિત અરજી આપી જણાવ્યુ છે કે તેઓ ના માલિકી ના ગોલડુંગરી પાસે વાજપુર ગામના સીમાડે આવેલ ખેતરમાં કામ કરતી વખતે ભૂતોની ટોળકી આવી હતી અને આ ટોળકી પૈકીના 02 ભૂતો દ્વારા તેમને મારી નાખવાની ધમકી આપી હતી, જાંબુઘોડા પોલીસ દ્વારા સમગ્ર મામલે અરજદાર દ્વારા આપેલી અરજી ઇનવર્ડ કરવામાં આવી હતી.

જાંબુઘોડા પોલીસ દ્વારા અરજી મળ્યા બાદ તપાસ કરવામાં આવતા અરજદાર વરસન ભાઈ બલુ ભાઈ બારીયા માનસિક બીમારી થી પીડાતા હોવાનું સામે આવ્યુ હતુ, જાંબુઘોડા પોલીસ મથકમાં અરજદારે ભૂતો દ્વારા મારી નાખવાની ધમકી મળ્યા હોવાની અરજી આપવામાં આવી હોવાની વાત જાણીને સૌ કોઈને આશ્ચર્ય થવા પામ્યુ હતુ.

સમગ્ર મામલે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ મથકે કોઈપણ અરજદાર દ્વારા આપવામાં આવતી અરજીને સ્વીકારી અને તેની તટસ્થ તપાસ કરવી તે પોલીસની ફરજ બનતી હોય છે જેને લઈને અરજી સ્વીકારવામાં આવી હતી અને તે બાબતે તપાસ કરવામાં આવતા અરજદાર માનસિક બીમાર હોઈ તેને માનસિક રોગના તબીબની જરૂરિયાત હોઈ તે અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાંબુઘોડા પંથક માં આ અંગે અનેક તર્ક વિતર્ક અને કુતુહલ સર્જાયા હતા.

ભૂતોએ જાનથી મારી નાખવાની ધમકી આપી

ભૂતો દ્વારા પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની અરજી પોલીસ મથકે આપનાર અરજદાર છેલ્લા 01 વર્ષ ઉપરાંતના સમયથી માનસિક રોગથી પીડાતા હોવાનું તેમના પરિજનો જણાવી રહ્યા છે તેમજ તે રોગ અંગેની સારવાર પણ હાલ ચાલી રહી હોવાનું જણાવી રહ્યા છે.

જોકે પોલીસ મથકે આપવામાં આવેલી અરજી પરિજનોની જાણ બહાર જ આપવામાં આવી જોવાનું પણ પરિજનો જણાવી રહ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે માનવતા દાખવીને અરજદારને યોગ્ય સારવાર મળી રહે તે અંગે માનસિક રોગના નિષ્ણાંત સાથે સંપર્ક કરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો