“જમાઇ રાજા “ નું પત્ની સાથે કમબેક...   - Sandesh

“જમાઇ રાજા “ નું પત્ની સાથે કમબેક…  

 | 3:48 am IST

ટીવી સીરિયલ જમાઇ રાજામાં નિયા અને રવિ દુબેની કેેમિસ્ટ્રીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. આવામાં જો તમે આ જોડીને ફરીથી સાથે જોવામાં માંગો છો તો તે શક્ય છે. ટીવીની આ ફેમસ જોડી ફરી એકવાર સાથે જોવા મળશે. રવિ અને નિયા એક સાથે “આપકે આજા ને સે “ સીરિયલના મહાસંગ્રામ એપિસોડમાં સાથે જોવા મળશે. હાલમાં આ સીરિયયલમાં મહેંદી સેરેમનીને બતાવવામાં આવી રહી છે. જેમાં તે શાહરૂખની સુપરહિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાંયેગેના ગીત મહેંદી લગાકે રખાના પર ડાન્સ કરતા જોવા મળશે. ગીતનું શૂટિંગ થઇ ચૂક્યું છે. તેમજ આ શ્રદ્ધા આર્યા સિવાય અન્ય ટેલિવિઝનની સેલિબ્રિટીને પણ આ શોમાં જોવા મળશે.

જમાઇ રાજાનું આ કપલ છેલ્લી વાર ખતરો કે ખેલાડીમાં સાથે જોવા મળ્યું હતું.