Jammu-Kashmir Article 370 Scrapped: Pakistan Double Standard Divided PoK Many Times
  • Home
  • Featured
  • કાશ્મીરમાં 370ને લઇ ભડકતા પાકિસ્તાને PoKના શું હાલ કર્યા? જાણીને તમે સ્તબ્ધ થઇ જશો

કાશ્મીરમાં 370ને લઇ ભડકતા પાકિસ્તાને PoKના શું હાલ કર્યા? જાણીને તમે સ્તબ્ધ થઇ જશો

 | 10:45 am IST

પાકિસ્તાન છેલ્લાં એક સપ્તાહથી જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવાના મામલાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવાની કોશિષ કરી રહ્યું છે. જો કે તે પોતે છેલ્લાં 70 વર્ષમાં કાશ્મીરના એક હિસ્સામાં આ પ્રકારના કેટલાંય પગલાં ઉઠાવી ચૂકયું છે. કાશ્મીરનો આ હિસ્સો 1949થી જ ગેરકાયદે પાકિસ્તાનના કબ્જામાં છે. આ હિસ્સોને પાક અધિકૃત કાશ્મીર (પીઓકે)ના નામથી પણ ઓળખાય છે.

પાકિસ્તાની પ્રશાસનના મોડલથી વાકેફ સૂત્રોએ કહ્યું કે પીઓકે પર 1949મા ગેરકાયદે રીતે કબ્જો મેળવ્યા બાદથી જ પાકિસ્તાને તેને બે અલગ પ્રશાસનિક ઝોનમાં વહેંચી દીધું હતું. તેના એક ભાગનું નામ તેણે કથિત ‘આઝાદ કાશ્મીર’ અને બીજા ભાગનું નામ ‘ફેડરલી એડમિનિસ્ટ્રેડ નૉર્ધન એરિયા’ રાખ્યું હતું.

2018માં ગિલગિટ-બાલ્ટિસ્તાન ઑર્ડરમાં કેટલાંક ફેરફાર
ત્યારબાદ 1969મા પાકિસ્તાને ‘ફેડરલી એડમિનિસ્ટ્રેડ નૉર્ધન એરિયા’ માટે એક ‘એડવાઇઝરી કાઉન્સલ’ની રચના કરી. 1994મા આ એડવાઇઝરી કાઉન્સિલને એક લીગલ ફ્રેમવર્ક ઑર્ડરની અંતર્ગત ‘નૉર્ધન એરિયા કાઉન્સિલ’માં ફેરવી દીધું. તેના પાંચ વર્ષ બાદ પાકિસ્તાને લીગલ ફ્રેમવર્ક (અમેંડમેંટ) ઑર્ડર પાસ કરાવ્યો, તેના અંતર્ગત ‘નૉર્ધર્ન એરિયા કાઉન્સિલ’ને ‘નૉર્ધર્ન એરિયા લેજેસ્ટલેટિવ કાઉન્સિલ’માં બદલી દીધો. ત્યારબાદ તેને 2009મા ગિલગિટ-બાલિસ્તાન એમ્પાવરમેન્ટ એન્ડ સેલ્ફ-ગવર્નન્સ ઓર્ડરથી બદલી દીધો. એક સૂત્રે કહ્યું કે આ આદેશની અતંર્ગત પાકિસ્તાને ત્યાં એક ‘વિધાનસભા’ અને એક ‘ગિલગિટ-બાલિસ્તાન પરિષદ’ની રચના કરી છે.

પાકિસ્તાને 2018મા ગિલગિટ-બાલિસ્તાન ઓર્ડરમાં થોડોક ફેરફાર કર્યો, જેમાં પાકિસ્તાનના વડાપ્રધાનને 63થી વધુ વિષયો પર કાયદો બનાવાનો અધિકાર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન વિધાનસભામાંથી પાસ કોઇપણ કાયદાને રદ્દ કરવાનો અધિકાર સામેલ છે. સૂત્રોએ કહ્યું કે તેની સાથે જ પાકિસ્તાને 2018ના ઑર્ડરમાં કેટલાંય પ્રકારના ફેરફાર કરીને શક્તિને ગિલગિટ-બાલ્ટિસ્તાનની વિધાનસભાથી છીનવી તેને પાકિસ્તાનના રાષ્ટ્રપતિના હાથમાં સોંપી દીધી હતી.

PoKનો એક હિસ્સો ચીનને સોંપ્યો
ભાગલા પહેલાં જમ્મુ-કાશ્મીર રાજઘરાનાએ 1927મા સ્ટેટ સબ્જેક્ટ રૂલ બનાવ્યા હતા, તેના અંતર્ગત અન્ય રાજ્યોના નિવાસીઓને જમ્મુ-કાશ્મીરમાં વસવા પર પ્રતિબંધ મૂકયો હતો. જો કે પાકિસ્તાને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં બહારના લોકોને વસવા માટે આ આદેશને સસ્પેન્ડ કરી દીધો. સૂત્રોએ કહ્યું કે તેણે ‘આઝાદ કાશ્મીર’માં પણ આવું જ પગલુંભર્યું છે.

આ સિવાય પાક અધિકૃત કાશ્મીરના ગેરકાયદે કબ્જામાં હોવા છતાંય તેના એક હિસ્સાને ચીનને સોંપી દીધો છે, જે ચીન-પાકિસ્તાન-ઇકોનોમિક-કોરિડોર સહિત કેટલાંય ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. 27 ઑક્ટોબર 1947ના રોજ ઇંસ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશનની અંતર્ગત જમ્મુ-કાશ્મીરનું ભારતમાં મર્જર થયું હતું. ભારતમાં સામેલ અન્ય અંદાજે 540 રજવાડાઓએ પણ આ પ્રકારના ઇંસ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન પર સાઇન કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન